Online Transaction ને વધુ સરળ બનાવશે IndiaQR, થશે આ ફાયદા

1. ટ્રાન્ઝેક્શનને સરળ બનાવશે QR કોડ

ડીમોનેટાઈઝેશન બાદ Online Transactions ને પ્રોત્સાહન આપવા માટે BHIM એપ લોન્ચ કરી હતી, જેને મોબાઈલ યૂઝર્સ ઝડપથી અપનાવી રહ્યા છે. આ એપ પેટીએમ અમે બીજા ઈ-વોલેટથી મહ્દઅંશે શ્રેષ્ઠ છે. BHIM બાદ હવે ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે QR કોડ લાવવાની તૈયારી થઇ રહી છે.

નોંધનીય છે કે, ચીનમાં QR ને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ માટે સૌથી વધારે યૂઝ કરવામાં આવે છે. આ તર્જ પર ભારતમાં પણ QR કોડ એટલે કે, ક્વિક રિસ્પોન્સ કોડને ૨૦ ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે.

2. ટ્રાન્ઝેક્શનને સરળ બનાવશે QR કોડ

સુત્રો મુજબ, ઇન્ડિયન બેંક એસોસિએશને પણ બધી બેંકોની એક મીટીંગ આયોજિત કરી હતી જેમાં QR કોડ દ્વારા રીટેલ પેમેન્ટ કરવા પર ઓપ્શન્સ પર વાતચીત કરવામાં આવી હતી અને તેના લોન્ચને ફાઈનલ કરવામાં આવ્યું હતું.

QR કોડ ડેબિટ કાર્ડ માટે કોમન ઇન્ટરફેસનું કામ કરશે. આ કાર્ડ્સમાં વીઝા, માસ્ટર કાર્ડ અને RuPay સામેલ થશે. તે સિવાય આધાર કાર્ડ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ્સ અને ટ્રાંસફર પણ QR કોડ દ્વારા કરવામાં આવશે.

3. ટ્રાન્ઝેક્શનને સરળ બનાવશે QR કોડ

IndiaQR દ્વારા યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પ્લેટફોર્મથી પણ પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવશે. જોકે બેંકર્સે કહ્યું છે કે, શરૂઆતી સમયમાં IndiaQR થી વીઝા, માસ્ટર કાર્ડ અને RuPay ને સપોર્ટ કરશે.

QR કોડ સમજવામાં પરેશાની થઇ રહી છે તો તમને જણાવી દઈએ કે, પેટીએમ પહેલાથી QR ને પેમેન્ટ માટે યૂઝ કરે છે. એવું જ ભીમ એપમાં પણ છે. પરંતુ તેની લીમીટ્સ હોય છે. એટલે કે આ કોડ તે લોકો જ યૂઝ કરી શકે છે, જેની પાસે પેટીએમ એકાઉન્ટ છે. પરંતુ IndiaQR તે બધા લોકો યૂઝ કરી શકે છે, જેની પાસે ડેબિટ કાર્ડ્સ છે.

4. ટ્રાન્ઝેક્શનને સરળ બનાવશે QR કોડ

આ હશે IndiaQR નાં ફાયદા
– IndiaQR લોન્ચ થયા બાદ કોઈ પણ શખ્સ જેની પાસે સ્માર્ટફોન અને બેંક એકાઉન્ટ છે તે QR કોડ દ્વારા પેમેન્ટ કરી શકશે. જોકે તેના માટે બેંકોને મર્ચન્ટ સાથે કરાર કરવાનો રહેશે.
– પેટીએમની જેમ કોઈ પણ મર્ચન્ટ પાસે તમે QR Code સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો.
– ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવાથી તમને છુટકારો મળી શકે છે.
– ટાઈમની પણ બચત થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY