જાણો…Whatsapp નાં નવા વર્ઝનમાં શું છે ખાસ !!!

Whatsapp special !!! find what is new about whatsapp new version !

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે એક વખત ફરીથી કેટલાક એડવાન્સ ઓપ્શન સાથે વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન રીલીઝ કર્યું છે. આ પહેલા વોટ્સએપનું ૨.૧૨.૧૦૭ વર્ઝન ચાલી રહ્યું હતું, હવે નવું વર્ઝન ૨.૧૨.૧૦૯ લોન્ચ કર્યું છે, જે અત્યારે બીટા વર્ઝન છે.

વોટ્સએપનું ૨.૧૨.૧૦૯ અત્યારે બીટા વર્ઝન છે, એટલા માટે આ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. એવી ઘણી સાઈટ્સ છે જે વોટ્સએપ ૨.૧૨.૧૦૯ APK ફાઈલ ઉપલબ્ધ કરાવી રહી છે પરંતુ, સુરક્ષા માટે તમે વોટ્સએપની ઓફીશીયલ સાઈટથી જ APK ફાઈલ ડાઉનલોડ કરો. આ ફીચરમાં વોટ્સએપ કોલિંગને વધુ સારું બનાવવાની કોશિશ કરી છે, જો કે અત્યારે તેમને આમાં વધુ કામયાબી નથી મળી. વોટ્સએપ ડેવલપર્સ આની ક્વોલીટી વધુ સારી બનાવવા અને આમાં ઓછો ડેટા યુઝ કરવા માટે કામ કરી રહ્યા છે.

આવી રીતે કરો ડાઉનલોડ :
સૌથી પહેલા ‘સેટિંગ્સ’માં જઈને એપ્લીકેશન પર જાઓ અને “Unknown sources” ની આગળ બનેલા ચેક બોક્સને ચેક કરો. જો તે ઓપ્શન પહેલાથી જ ચેક છે તો તેને તેમ જ રહેવા દો. હવે APK ફાઈલ્સ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારા મોબાઈલમાં બ્રાઉઝર ઓપન કરીને whatsapp.com/android પર જાઓ અને વોટ્સએપ ૨.૧૨.૧૦૯ APK બીટા ડાઉનલોડ કરવા માટે “download now” પર ક્લિક કરો. હવે ફાઈલ મેનેજર વાપરીને જ્યાં તમારા APK ફાઈલ સેવ કરી છે ત્યાં જાઓ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ઇન્સ્ટોલ કરી લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY