Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમાં માંગીએ છીએ : Hardik Patel

0
212

ગુજરાતમાં Hardik Patel ના આગમનને ૨૦ દિવસનો સમય પૂર્ણ થયો છે. આ ૨૦ દિવસ દરમ્યાન હાર્દિક પટેલે ફરી એકવાર અનામત આંદોલન માટેના ગ્રાઉન્ડ વર્કને મજબુત કરવાની શરુઆત કરી છે. જેમાં હાર્દિક પટેલે આ દિવસો દરમ્યાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં સભા યોજીને અનામતની માંગ માટેનું પોતાનું મંતવ્ય લોકો સમક્ષ મુક્યું છે. જેમાં હાર્દિક પટેલે મોટાભાગની સભામાં સમાજની એકતા પર ભાર મુક્યો છે અને પાટીદાર અનામત આંદોલનના શહીદોના કુટુંબીજનોને મળીને તેમને સાંત્વના પણ આપી છે.

1. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...

ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં હાર્દિક પટેલે ચોરાહે પર ચર્ચા ના નામે પણ સભાનું આયોજન કર્યું અને લોકસંપર્ક મજબુત બનાવ્યો છે. આ દરમ્યાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમે અનામત કેરોસીન કે તેલ લેવા નથી માંગતા પરંતુ નોકરી તથા શિક્ષા માં માંગી રહ્યા છીએ. સમાન પ્રતિનિધિત્વ માંગી રહ્યા છે. ગામડે ગામડે તમામ સમાજનો સાથ મળી રહ્યો છે.લોકો જુલ્મ અને અત્યાચાર કરી રહ્યા છે.સત્તા ની સામે નહિ પરંતુ સત્તામાં રહેલા રાક્ષસ સામે લડી રહ્યા છીએ.ગુજરાતની મહિલાઓ જાગૃત થઇ રહી છે.

2. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...

આ દરમ્યાન હાર્દિક પટેલે પાટણ જિલ્લા ના સિદ્ધપુર તાલુકામાં “ચોક પે ચર્ચા”માં જણાવ્યું હતું કે અસંખ્ય ગામોમાં તમામ સમાજ ની એકતા અખંડ તાકાત બની રહી છે. અનામત અને સમાનતાની વાત લોકો નું ધ્યેય બની રહ્યું છે.સમાન અધિકાર મળે એ માટે પટેલ સમાજની લડાઈ છે. લોકો માં જોશ અને ઉત્સાહ સામાજિક પરિવર્તન ઈચ્છે છે.આ ઉપરાંત હાર્દિક પટેલની પાટણની રેલીમાં અનામત ની માંગ સાથે જય શિવાજી,જય સરદાર નારા ગુંજી ઉઠ્યા. જેનું અનેક સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું.

3. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...

ઉલ્લેખનીય છે કે સુરતમાં  પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા  પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાને માર મારનારા ગુનેગારોની ધરપકડ નહીં કરતા આક્રોશની લાગણી ઉભી  થઈ છે. જેના પગલે સુરતમાં પાટીદાર અનામત  આદોલન સમિતિ દ્વારા ગુનેગારોની ધરપકડની  માંગ સાથે પુણા પોલીસ સ્ટેશન પર સર્જીકલ  સ્ટ્રાઈક કરવામાં આવશે તેવા પોસ્ટર સોશિયલ  મીડિયા પર વાયરલ થયા છે. આ સમયે  પાટીદાર આંદોલનના નેતા હાર્દિક  પણ  હાજર રહેશે તેમ જણાવવામાં આવ્યું  છે.

4. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...


સુરતમાં  PAAS ના કાર્યકર વિજય માંગુકિયા પર ભાજપ  યુવા મોરચાના કાર્યકરો દ્વારા હુમલો કરીને માર મરાયો હતો.જેના કારણે ઈજાગ્રસ્ત માંગુકીયાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાસના લલિત વસોયાએ હુમલાના રિએકશન માટે 25 તારીખે તૈયાર રહેવાની ચીમકી આપી હતી. સુરત ખાતે  પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS-પાસ)ના કાર્યકર વિજય માંગુકિયા પર બીજેપી યુવા મોરચાના કેટલા કાર્યકરોએ હુમલો કર્યો હતો તેમજ તેને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેણે ઈજાઓ પહોંચતા લોહી નીગળતી હાલતમાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે સુરતના પાટીદાર સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે.

5. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...

આ ઘટનાના પગલે ગુજરાત પાસ ટીમના લલિત વસોયાએ PAAS વતી જણાવ્યું  હતું કે ‘પાટીદાર કેસરી’ વિજય માંગુકિયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કરીને બહુ જ ખોટું કર્યું છે. આગામી તા. ૨૫  મીના રોજ આજની ઘટનાના એકશનનું રિએકશન આવશે. જેની ભાજપ તૈયારી રાખે તેવી ચીમકી પણ લલિત વસોયાએ આપી હતી.

6. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...


ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની રેલીનો પાટીદારો દ્વારા ઈંડા તેમજ પાણીના પાઉચ ફેંકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા ભાજપી કાર્યકરોએ વિજય મંગુકિયાને ઢોર માર માર્યો હતો. જેની  સુરત પધારેલા હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. હાર્દિકે જણાવ્યું હતું કે જો હુમલો કરનારા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે તો પોલીસનો ઘેરાવ કરીશું.

7. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...


સુરત પધારેલા હાર્દિક પટેલે ઈજાગ્રસ્ત અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિજય માંગુકિયા ની મુલાકાત લીધી હતી. અને તેના ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં હાર્દિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું .

8. Anamat કેરોસીન કે તેલ લેવા નહીં પરંતુ નોકરી અને શિક્ષણમ...


જો આગામી 9 તારીખ સુધી પોલીસ હુમલો કરનારા ભાજપી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરે તો પોલીસ મથકનો ઘેરાવ કરીશું. ઉપરાંત પોલીસ પર આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે જેણે માર ખાધો છે તેની ફરિયાદ નથી લેવાઈ અને જેણે માર માર્યો છે તેની ફરિયાદ લઇ પોલીસ એક તરફી કાર્યવાહી કરી રહી છે. હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું કે અમે કોઈ ગુંડા નથી અમે લોકશાહી ઢબે વિરોધ કર્યો છે. પાટીદાર સમાજ કોઈ રાજકીય પાર્ટીની જાગીર નથી.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY