Valentine’s Day Special : બનાવો તમારા પાર્ટનર માટે આ ખાસ રેસિપી

1. ચોકલેટ બ્રાઉની

સામગ્રી :
૧૦૦ ગ્રામ મેંદો
૧૫૦ ગ્રામ કન્ડેન્સ્ડ દૂધ
૧૦૦ મિલી દૂધ
૬૫ ગ્રામ બટર
૧ નાની ચમચી બેકિંગ પાવડર
૧ નાની ચમચી વેનીલા એસન્સ
૧/૪ નાની ચંચી બેકિંગ સોડા
૧ નાની ચમચી કોકો પાવડર
૨ નાની ચમચી બ્રાઉન શુગર
૧ મોટી ચમચી ચોકલેટનો ચૂરો
બારીક સમારેલ કાજૂ

રીત : બટર અને કન્ડેન્સ્ડ દૂધને સારી રીતે મિક્સ કરી લો. તેમાં મેંદો, બેકિંગ પાવડર, સોડા, કોકો પાવડર, બ્રાઉન શુગર અને એસેન્સ નાખી તેને મિક્સ કરી લો. જરૂરિયાત મુજબ, દૂધ ઉમેરતા રહો. મનપસંદ આકારને કેક ટિન ચીકાશવાળો કરો અને સપાટી પર થોડો મેંદો નાખી લો. મિશ્રણને વાસણમાં મૂકો અને ૧૮૦ ડિગ્રી પર ૨૫ મિનિટ સુધી બેક કરી લો. તેની ઉપર કાજૂનો ચૂરો અને ચોકલેટનો ચૂરો નાખો. જરૂરિયાત પ્રમાણે ચોકલેટ મેલ્ટ કરીને પણ નાખી શકો છો.

2. ઓરિયો ટ્રફલ

સામગ્રી :
૧ પેકેટ ઓરિયો બિસ્કિટ
૧ પેકેટ ફિલાડેફિયા ક્રીમ ચીઝ (પીગળેલું)
૨ પેકેટ બેંકર સેમી સ્વીટ બેકિંગ ચોકલેટ (પીગળેલી)

રીત : સૌપ્રથમ ફૂડ ૯ બિસ્કિટને બરાબર ક્રશ કરી લો. આ મિશ્રણને એકબાજુ પર મૂકી દો. હવે બાકીની ૩૬ કૂકીઝને પણ આ રીત ક્રશ કરી લો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં આ ક્રશ કરેલો ભૂકો લો. ત્યાર બાદ તેમાં ક્રીમી ચીઝ ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણમાંથી ચોકલેટ બોલ તૈયાર કરી લો. લગભગ ૪૨ બોલ બનશે. આ બોલ લગભગ એક ઈંચના હોવા જોઈએ.

હવે આ બોલને ચોકલેટના મિશ્રણમાં ડિપ કરીને પહેલા સાઈડમાં મૂકેલા ચોકલેટના ભૂકામાં રગદોળી લો. ત્યાર બાદ તેને વેક્ષ પેપર પર અથવા તો બેકિંગ શીટ પર મૂકી દો. ત્યારબાદ તેને એક કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દો. હવે આ ચોકલેટ બોલને સર્વ કરો.

3. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

સામગ્રી :
બ્રેડનું પેકેટ,
૧ લીટર દૂધ,
૧૦૦ ગ્રામ મલાઈ,
૨૦૦ ગ્રામ ખાંડ,
૩ નંગ- ગ્લુકોઝ બીસ્કીટ,
૧ નાની ખમણેલી કેડબરી ચોકલેટ,
૨૫ ગ્રામ અખરોટના ટુકડા,
૨૫ ગ્રામ કીસમીસ,
૫૦ ગ્રામ કાજુના ટુકડા,
૧૦૦ ગ્રામ તળવા માટે ડાલ્ડા ઘી,
૫૦ ગ્રામ દૂધ ખાંડ નાખેલું,
૧૦ નંગ લાલ ચેરીના ટુકડા,
૨ ટીપાં એસેન્સ કેસર અથવા ગુલાબ.

રીત : સૌ પ્રથમ પાંઉની સ્લાઈસને ગોળ વાટકીથી કાપી ધીમા તાપે સોનેરી રંગના તળી લેવા. ૫૦ ગ્રામ ખાંડ નાંખેલા દૂધમાં ૧૦ મિનિટ પલાળી દવાબી કાઢી લેવા. હવે ૧ લીટર દૂધને બરાબર ઉકાળવું. અડધું રહે એટલે ખાંડ નાખી હલાવવું. કીસમીસને પાણીમાં પલાળી રાખવી. ૨ ચમચા દૂધ લઈ તેમાં અખરોટ કાજુનો ભૂકો મિકસ કરી મીકસરમાં વાટી લેવો. ગ્લુકોઝ બીસ્કિટ તથા કેડબરી ચોકલેટ પણ સાથે મિકસ કરી લેવો.

હવે દૂધ ઉકાળેલું ઠંડું પડે એટલે કીસમિસ આખી નાંખી દેવી. એસેન્સ નાંખી દેવું. ફ્રીઝમાં સેટ કરતા પહેલા ફ્રીઝ૧ કલાક પહેલા કૂલ ઉપર મૂકવું. એલ્યુમિનિયમન ટ્રેમાં સેટ કરવા મૂકવું. ૧ કલાક પછી ફરી મીકસરમાં બધું સેટ કરવું. આ રીતે ૩ વખત કરવું. ૬ કલાકમાં આઈસ્ક્રીમ તૈયાર થશે. આપતી વખતે પાઉંની સ્લાઈસ પણ ૧ કલાક પહેલાં ફ્રીઝરમાં સેટ કરવા મુકવી. તે સ્લાઈસ ઉપર ૧ ચમચો આઈસ્ક્રીમ મુકી ઉપર લાલ ચેરીનું અડધીયું મૂકી દેવું. બને ત્યાં સુધી આઈસ્ક્રીમનો ગોળ ચમચો આવે છે તે લેવો જેથી ગોળ લાડવા જેવો ઘાટ આવે.

4. ચોકલેટ પુડિંગ

સામગ્રી :
૧૬ નંગ ગળ્યા બિસ્કીટ (પાર્લે-જી)
૨૦૦ ગ્રામ વ્હિપડ ચોકલેટ ક્રીમ
૨ ટેબલ સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
૧ ટી સ્પૂન કોકો પાવડર
૧ ટી સ્પૂન કોફી પાવડર
૧/૪ કપ અખરોટના ટુકડા(મોટા)

ગાર્નીશિંગ માટે :
ચોકલેટ ચિપ્સ
ચોકલેટ વર્મેસીલી
અખરોટ

રીત : સૌપ્રથમ એક ચોરસ બાઉલમાં સૌથી નીચે થોડું વ્હિપડ ચોકલેટ ક્રીમ સ્પ્રેડ કરો. ત્યાર બાદ એક બીજા બાઉલમાં બે કપ પાણી લઇ તેમાં કોકો પાવડર, કોફી પાવડર અને ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાખી બરાબર હલાવી લો. તેમાં એક પછી એક ચાર નંગ બિસ્કીટ ડીપ કરી ઉપર વાળા ચોરસ બાઉલમાં મુકો. આવી રીતે બિસ્કીટનું બીજું લેયર કરો.

ત્યાર બાદ તેની પર વ્હિપડ ચોકલેટ ક્રીમસ્પ્રેડ કરો. તેની પર અખરોટના ટુકડા પાથરો. હવે તેની પર એક પછી એક એમ બીજા બે બિસ્કીટના લેયર કરો. હવે તેની પર બાકી રહેલું વ્હિપડ ચોકલેટ ક્રીમ સ્પ્રેડ કરો. ત્યાર બાદ તેને અખરોટ, ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ વર્મેસીલીથી ગાર્નીશ કરો. ફ્રીઝમાં ત્રણથી ચાર કલાક માટે સેટ કરવા મુકો. ચાર કલાક પછી ચિલ્ડ સર્વ કરો.

5. બટર કૂકીઝ

સામગ્રી :
મેંદો – ૯ થી ૬ કપ
બેકિંગ પાવડર – ૩ ચમચી
ખાંડ – ૨ કપ
માખણ – ૨ કપ
મીઠું – ૧ ચમચી
ઈંડા – ૨
ક્રીમ – ૬ ચમચી
વેનીલા એસેન્સ – ૨ ચમચી

રીત : સૌથી પહેલા મેંદો ચાળી લો. ત્યારબાદ તેમાં બેકિંગ પાવડર, મીઠું અને ખાંડ મિક્સ કરો. તેમાં માખણ મિક્સ કરી લો. ઈંડું, ક્રીમ અને વેનીલા એસન્સ સારી રીતે મિક્સ કરી ફોઈલમાં લપેટી ૨૪ કલાક માટે ફ્રિઝમાં મૂકી દો. ઓવનને ૪૦૦ ડિગ્રી પર ગરમ કરો. મિશ્રણને વણી લો. કુકીઝને કટર વડે કાપી તેલ લગાવેલી ટ્રે પર રાખી ૪૦૦ ડિગ્રી પર ૫-૮ મિનિટ સુધી બેક કરો.ઠંડું થયા પછી તેને એરટાઈટ કન્ટેનરમાં રાખો.

6. ચોકલેટ કપકેક

સામગ્રી :
મેંદો – ૨ કપ
ખાંડ – ૧ કપ
ઈંડા – ૨
બટર – ૨ ચમચી
દૂધ – ૧/૨ કપ
પાણી – ૧ કપ
બેકિંગ સોડા – ૧ ચમચી
બેકિંગ પાવડર – ૧ ચમચી
બેકિંગ ચોકલેટ – ૪ ચમચી
વેનીલા એસન્સ – થોડા ટીપાં
ચોકલેટ ક્રીમ – ૧ કપ
બટર પેપર – ૧૦
શુગર ક્રિસ્ટલ – ૧૦-૨૦
મિલ્ક ચોકલેટ – ૧૦૦ ગ્રામ

રીત : સૌપ્રથમ ઓવનને ૩૫૦ ડિગ્રી પર ગરમ કરો. તે દરમિયાન વાસણમાં મેંદો, ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, વેનીલા એસન્સ, ઈંડું અને દૂધ મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમાં ઠંડુ બટર પણ મિક્સ કરી શકો છો, પરંતુ તેમાં ક્યારેય પણ પીગળેલ બટર મિક્સ ના કરો. હવે લોટમાં થોડું પાણી મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ એકરસ ના થાય. ત્યારબાદ તેમાં બેકિંગ ચોકલેટ સરખી રીતે મિક્સ કરો. હવે કપકેકના સાંચાને બટર પેપરથી સરખી રીતે ઢાંકી અને લોટના તૈયાર ખીરામાં તેને મિક્સ કરો. આ કપકેકને ૧૫ થી ૨૦ મિનિટ માટે ૮૦ ટકા પાવર પર રાંધો. ત્યારબાદ જ્યારે તે તૈયાર થઈ જાય તો તેને ૧૦ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને નીકાળી ૧ કલાક સુધી ઠંડુ થવા પર ઉપરથી તેની ચોકલેટ ક્રીમથી આઈસિંગ કરો. તેને ઠંડુ કરવા માટે ૧ કલાક સુધી ફ્રિજમાં રાખો.

7. ચોકલેટ કેક

સામગ્રી :
મેંદો – ૧ કપ
કોકો પાવડર – ૫૦ ગ્રામ
કન્ડેન્સ્ડ મિલ્ક – ૧/૨ કપ
પીસેલી ખાંડ – અડધો કપ
દૂધ – ૩ થી ૪ ચમચી
માખણ – ૮૦ ગ્રામ
કાજૂ – ૧૦ થી ૧૨
કિસમિસ – ૭ થી ૮
બેકિંગ પાવડર – ૧ નાની ચમચી
બેકિંગ સોડા – ૧/૪ નાની ચમચી

રીત : કેક જે વાસણમાં બનવાની હોય તેને પહેલા ચારેબાજુ ઘી અથવા માખણ લગાવી લો. ત્યારબાદ એક નાની ચમચીમાં મેંદો લઈને તે વાસણની ચારેબાજુ લગાવી દો અને જે બચી જાય તેને વાસણમાં નીકાળી દો. કેક માટે જે પણ સામગ્રી લીધી છે જેવી કે, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને કોકો પાવડર મિક્સ કરી તેને ચારણીથી ચાળી લેવો. ત્યારબાદ કોઈ મોટા વાસણમાં ઘી અને ખાંડ મિક્સ કરી તેને સારી રીતે હલાવો. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને થોડો ટાઈમ હલાવો.

ત્યારબાદ, તેમાં ચાળેલી સામગ્રી થોડી-થોડી કરી આ મિશ્રણમાં નાખતી રહેવાની. બધી સામગ્રી નાખ્યા પછી તેને ૨-૩ મિનિટ સુધી સારી રીતે હલાવો ખ્યાલ રહે કે મેંદાના ગાંઠા ના પડે. તમે આ મિશ્રણમાં પોતાના પસંદિત ડ્રાયફૂડસ નાખી શકો છો. જે કૂકરમાં તમે કેક બનાવવા જઈ રહ્યા છો તેના નીચેના ભાગ પર એક વાટકા જેટલુ મીઠું ફેલાવી દો. મીઠું કૂકરનું તાપમાન જાળવી રાખશે. કેકનું મિશ્રણ જે અગાઉ ઘી-લોટ લગાડેલ વાસણ તૈયાર રાખેલ, તેમાં પાથરવું અને પહેલેથી ગરમ રાખેલ કૂકરમાં તે વાસણ રાખી અને કૂકારનું ઢાંકણું સિટી લગાવ્યા વગર બંધ કરી દેવું. લગભગ ૪૦ મિનિટમાં કેક તૈયાર થઈ જશે.

 

NO COMMENTS

LEAVE A REPLY