UP Election: અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, શકુની, દુર્યોધન સહીત દ્રૌપદી અને કુંતીએ પણ કર્યું મતદાન

UP Election: Arjuna, Bhima, Yudhisthira, Sahadeva, Nakula, Shakuni, Duryodhana, including Draupadi and Kunti also voted

1777 અર્જુન, 1700 ભીમ, 1089 અકબર, 100 બાબર, 31 યુધિષ્ઠિર, 61 નકુલ, 54 સહદેવ, 47 અભિમન્યુ, 291 કર્ણ, 59 ભીષ્મ, 60 દ્રૌપદી અને 908 કુંતી નામના મતદાતા

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (UP Election) અંતર્ગત ગઈકાલે બુધવારે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, દ્રૌપદી અને કુંતી ઉપરાંત દુર્યોધન તેમજ શકુનીએ પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

કેટલીક વાર કેટલી મતદાર યાદી ઘણી રોચક બની શકે છે. કેવા કેવા નામના લોકો મત આપવા આવતા હોય છે, જે વાંચવા લાયક હોય છે. હવે ઉત્તર પ્રદેશ વિધાનસભા (UP Election) ના બીજા તબક્કાની ચૂંટણીને જ જોઈ લો.

UP Election અંતર્ગત બીજા તબક્કામાં ૬૭ બેઠકો પર ગઈકાલે બુધવારે મતદાન થયું હતું. જેમાં વિભિન્ન મતદાન મથકો પર અજબ-ગજબ નામો ધરાવતા મતદાતા મતદાન કરવા પહોંચ્યા હતા.

આવા મતદાતાઓમાં કોઈનું નામ ઈન્સાન હતું તો કોઈનું શૈતાન. જયારે ભગવાને પણ પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. એક વિધાનસભા ક્ષેત્રમાં તો ભગવાનના નામવાળા 463 મતદાતા હતા. આ ઉપરાંત ૧૦ તૈમૂર, 1089 અકબર અને 100 બાબર પણ મત આપવા પહોંચ્યા હતા.

બરેલી જિલ્લાના વિધાનસભા ક્ષેત્ર ક્રમાંક 9 માં 1777 અર્જુન છે. ત્યારે ભીમ નામના મતદારોની સંખ્યા 1700 છે, તો બે શકુની અને દુર્યોધન 26 છે.
આવી રીતે 31 યુધિષ્ઠિર, 61 નકુલ, 54 સહદેવ અને 47 અભિમન્યુ છે, તો કર્ણ નામના મતદારોની સંખ્યા 291 છે તો 59 ભીષ્મ પણ છે.

60 મહિલાના નામ દ્રૌપદી

પ્રાપ્ત માહિતી મુજબ બરેલી જિલ્લામાં 60 દ્રૌપદી છે તો સામે પાંડવોની માતા કુંતી નામના મહિલા મતદારોની સંખ્યા પણ કઈ ઓછી નથી. 908 કુંતી નામની મહિલા મતદાર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY