ઉબેર કંપનીએ DTU ના વિદ્યાર્થીને આપ્યું ૭૧ લાખનું પેકેજ

Uber has given to Students of DTU Rs. 71 lakh Annual Packege

દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી (DTU)ના એક વિદ્યાર્થીને અમેરિકા સ્થિત ટેક્સી એગ્રીગેટર ઉબેર તરફથી ૧,૧૦,૦૦૦ અમેરિકન ડોલર (અંદાજે ૭૧ લાખ રૂપિયા)નું વાર્ષિક પેકેજ મળ્યું છે.

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂકેલો સિદ્ધાર્થ દિલ્હી ટેકનોલોજિકલ યુનિવર્સિટી (DTU)માં કમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

આ અંગે સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ ઓફર તેના માટે ઘણી મહત્વપૂર્ણ છે. ઉબેરમાં તેને ઘણું બધું શીખવા મળશે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે તેમણે ઉબેરમાં ત્રણ મહિના ઇન્ટર્નશિપ કરી હતી, આ ઇન્ટર્નશિપ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું હતું.

સિદ્ધાર્થે જણાવ્યું હતું કે ‘હું પોતાની સ્ટાર્ટઅપ યોજના શું કરતા પહેલા ઉબેરમાં મારું પ્રૌદ્યોગિક કૌશલ્યને વધારવાની સંભાવનાઓ શોધી રહ્યો છું.
૨૨ વર્ષીય સિદ્ધાર્થના પિતા એક કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરે છે, જયારે તેની માતા એક ફ્રીલાન્સર તરીકે ભાશ્નોનું ટ્રાન્સક્રિપ્ટ કરવાનું કાર્ય કરે છે.

DTU ના પરિસરમાં (ડીટીયુના કેમ્પસમાં) અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૨૫ કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપવામાં આવેલું છે. જે વર્ષ ૨૦૧૫ની બેચના ચેતન કક્કડને સર્ચ કંપની ગૂગલ તરફથી આ નોકરીનો પ્રસ્તાવ મળ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY