Tiger Shroff એ ‘મુન્ના માઈકલ’ ફિલ્મનું સોંગ પિતા જેકી શ્રોફને કર્યું સમર્પિત

એક્ટર ટાઈગર શ્રોફે તેમની અપકમિંગ ફિલ્મ ‘મુન્ના માઈકલ’ માટે એક સોંગ શૂટ કર્યું છે. આ સોંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. ટાઈગર આ ફિલ્મના એક સોંગમાં પિતા જેકી શ્રોફને એક્ટિંગ ટ્રીબ્યુટ આપવાના છે.

ફિલ્મસિટીમાં તાજેતરમાં સોંગ ‘ડિંગ ડાંગ’ નું શૂટિંગ કરવામાં આવ્યું છે અને સામે આવેલ આ સોંગથી ટાઈગરના લૂકની ફર્સ્ટ ઝલક જે વર્ષ ૧૯૮૭ ની ફિલ્મ ‘દિલજલા’ થી જેકીના લૂકની યાદ અપાવશે. ટાઈગરે આ સોંગનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું કે, આ ઘણું સ્પેશિયલ હોવાનું છે.

ફિલ્મનું સોંગ ‘ડિંગ-ડિંગ’ માં ટાઈગર અને નિધી અગ્રવાલ સાથે ડાન્સ કરતા નજર આવશે. આ સોંગને ફિલ્મ સિટીમાં બસની છત પર ફિલ્માવામાં આવ્યું છે અને તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી છે.

હીરોપંતી અને બાગી પછી ટાઈગર શ્રોફ અને ડિરેકટર સબ્બીર ખાનની જોડી આ ફિલ્મમાં એકવાર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૭ જુલાઈએ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન પણ નજર આવશે.

NO COMMENTS

LEAVE A REPLY