OMG! હવે ઉડતી Car નું સ્વપ્ન ટેકનોલોજીની મદદથી હકીકત બનશે

1. ઉડતી Car નું સ્વપ્ન હકીકત બનશે

થોડા સમય પહેલા ખબર મળી હતી કે, દુબઈમાં આવનાર દિવસોમાં ડ્રોન ટેક્સી ઉડતી દેખાશે. ત્યાર બાદ હવે ખબર પડી છે કે, ડચની કંપની PAL-V એ Liberty નામની એક ઉડતી Car લોન્ચ કરી છે. આ કારની ખાસ વાત તે છે કે, તેને રસ્તા પર ચલાવી પણ શકશો અને હવામાં ઉડાવી પણ શકશો.

2. ઉડતી કારનું સ્વપ્ન હકીકત બનશે

Liberty ની શરૂઆતી કિંમત ભારતીય કરન્સીમાં લગભગ ૨.૬૮ કરોડ રૂપિયા છે. આ કારનું બુકિંગ શરુ થઇ ચુક્યું છે અને પહેલાં ડીલીવરી ૨૦૧૮ નાં અંત સુધી થવાની સંભાવના છે. તેમાં ત્રણ વ્હીલ છે. સુત્રો મુજબ, PAL-V નાં CEO નું કહેવું છે કે, અમે વર્ષોની મહેનતથી ટેકનિકલ અવરોધોને પાછળ છોડીને ઉડતી કર બનાવી છે, જે દુનિયાભરના બધા સુરક્ષા માનકોમાં ખરી ઉતરે છે.

3. ઉડતી કારનું સ્વપ્ન હકીકત બનશે

ત્રણ વ્હીલવાળી Liberty બે લોકોને લઈને ઉડી શકે છે. આ સ્ટાઈલીશ કારને ઉડતા જાયરોકોપ્ટરમાં બદલવામાં માત્ર ૧૦ મિનીટનો સમય લાગે છે. જેમાં તેની વિંગ સંકોચીને કાર બની જાય છે.

4. ઉડતી કારનું સ્વપ્ન હકીકત બનશે

તેમાં ફોર સીલીન્ડર એન્જીન છે જે ૨૩૦ hp નો પાવર આપે છે. સાથે જ હવામાં અને રસ્તા પર ૧૧૨ mph ની સ્પીડ પણ આપે છે.

5. ઉડતી કારનું સ્વપ્ન હકીકત બનશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY