જાણો….કેવું રહેશે તમારું ૧૬-૦૨-૨૦૧૭ નું Horoscope

0
14

૧૬-૦૨-૨૦૧૭ : Horoscope

મેષ
તમારી વિવેકની વિપરીત કાર્ય થવાથી હાનિ થઈ શકે છે. અટકેલા નાણાં માટે પ્રયત્ન કરવાથી લાભ થવાની સંભાવના છે. વધુ ખર્ચ ન કરવો.

વૃષભ
આજે તમે ઘણા ઉત્સાહી હશો, પરંતુ તમારે વ્યવહારુ બનવું પણ એટલું જ જરૂરી છે. તમારા નિર્ણયો અચૂક ઠરશે એ વાતમાં ના નથી.

મિથુન
આજે તમે નિખાલસ બનીને રહેશો તથા મોકળું મન રાખશો. આજનો દિવસ તમારા માટે રોમાંચક રહેશે. પ્રિય વ્યક્તિને પ્રપોઝ કરવા માટે પણ સમય અનુકૂળ છે. તમારામાંથી અમુકનાં લગ્ન લેવાશે.

કર્ક
આજનો દિવસ તમારા માટે અનુકૂળ હોવાથી તમે ઘણું હાંસલ કરી શકશો. દિવસના અંતે તમને પ્રેમની સુખાનુભૂતિ થશે.

સિંહ
આજે તમારા માટે અનુકૂળ હોય એવા પુષ્કળ બનાવો બનશે. જો તમે જૂની વાતોને ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માટે તમે તૈયાર હો તો આજથી જ શરૂઆત કરીને નવું આયોજન કરો.

કન્યા
કોઈ બાબતે તમારા મનમાં કડવાશ આવી ગઈ હોય તો તમારે એની દાઝ અન્યો પર કાઢવાને બદલે કાગળ પર ઉતારી લેવી સારી.

તુલા
આજનો દિવસ તમારા માટે મુશ્કેલીભર્યો હશે, કારણ કે તમને સ્વજનના કે ગાઢ મિત્રના આરોગ્યની ચિંતા સતાવશે.

વૃશ્ચિક
આજનો દિવસ રોમૅન્સનો છે. જો તમારા પ્રેમના અંકુર ફૂટી ગયા હશે તો તમે પ્રિયકર સાથે આનંદિત રહી શકશો. જો તમારે લગ્નનો પ્રસ્તાવ મૂકવાની ઇચ્છા હોય તો કોઈની રાહ જોતા નહીં.

ધન
તમને પોતાની આકરી મહેનતનો યોગ્ય મોંબદલો મળતો નથી એ વાતનો રંજ હોય તો તમારે ધીરજ રાખવી, કારણ કે આજે નહીં તો કાલે એ મળ્યા વગર નહીં રહે. તમારે મન નબળું પડવા દેવું નહીં.

મકર
આજે તમને સફળતા સહેલાઈથી મળી જશે. તમારે આ અનુકૂળ સમયગાળાનો પૂરેપૂરો લાભ લઈ લેવો. ભવિષ્ય માટે બચત કરવાનો પ્રયાસ કરવો.

કુંભ
આજનો દિવસ તમારા માટે અત્યંત સંતુલિત છે. બિઝનેસ અને મોજશોખ, તર્ક અને લાગણીશીલતા એ બધું જ સંતુલિત રહેશે. જોકે બિનજરૂરી ખર્ચને લીધે તમે ચિંતિત થાઓ એવા યોગ છે.

મીન
આજે તમે સંબંધો સાચવવામાં વ્યવસ્ત રહેશો. તમે નવા સંબંધો બાંધશો અને હાલના સંબંધોને ગાઢ બનાવશો. જો તમને નિરાશા વર્તાતી હોય તો પ્રિયકર સમક્ષ દિલ ખોલીને વાત કરવી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY