વાંગ ચી બાદ બીજો ચીની સૈનિક જવા માંગે છે Chaina

0
35
Second Chinese Soldiers Wants To Go Their Homeland China After Wang Chi

ભારત-Chaina ના યુદ્ધના સમાપન પછી સજા કાપીને બાલાઘાટના તિરોડીમાં રહીને જીવન વ્યતિત કરી રહેલા ચીની સૈનિક વાંગ ચી ના સકુશળ તેના વતન China પરત ગયા છે. તેના ગયા બાદ તિરોડીમાં રહેતા એક અન્ય ચીની સૈનિકે પણ પોતાના વતન China જવા મન બનાવી લીધું છે. જેના અંતર્ગત ચીની સૈનિકે મંગળવારે પરિવાર સહિત કલેક્ટર ભરત યાદવ સમક્ષ તેને પણ ચીન તેના પરિવારની પાસે મોકલવાની માંગણી કરી છે.

8 વર્ષ સજા ભોગવી

ચીની સૈનિક ડિયુ-સી-યુંગે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૧માં સિક્કિમ બોર્ડરમાં ભારતીય દ્વારા તેણે ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને અજમેર અને નાભા જેલમાં રાખવામાં આવ્યો હતો. આ જેલોમાં આઠ વર્ષની સજા ભોગવ્યા બાદ પંજાબ કોર્ટે વર્ષ ૧૯૬૯માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો, ત્યાર પછીથી તેઓ બાલાઘાટના તિરોડીમાં પોતાનું જીવન ગુજરી રહ્યા છે.

સેવનબાઈની સાથે કર્યા લગ્ન

પંજાબ કોર્ટ દ્વારા મુક્તિ મળ્યા પછી તિરોડી પહોંચીને ચીની સૈનિક ડિયુ-સી-યુંગે સેવનબાઈની સાથે લગ્ન કરી પોતાનો સંસાર શરુ કર્યો હતો. જીવનની આ સફરમાં ચીની સૈનિક ડિયુ-સી-યુંગને ચાર બાળકો સુનીલ, દેવકુમાર, સંગીતા અને અનુરાધા છે. તેમની સાથે ચીની સૈનિક ડિયુ-સી-યુંગ મહેનત મજદૂરીનું કામ કરી રહ્યો છે.

પોતાનાને મળવાની ઈચ્છાથી જવા માંગે છે વતન

પરિવાર સહિત કલેકટર કચેરી પહોંચેલા ચીની સૈનિક ડિયુ-સી-યુંગે જણાવ્યું હતું કે વાંગ ચીની જેમ તે પણ પોતાના વતન ચીન જવા માંગે છે. તેણે જણાવ્યું હતું કે આટલા વર્ષો વીતી ગયા પછી પણ તેને જાણ ન હતી કે ચીનમાં તેનું કોઈ પોતાનું છે, કે નહિ. પરંતુ તે પોતાના દોસ્ત અને પરિવારજનોને એક વખત જોવાની ઈચ્છા રાખે છે, એટલા માટે પોતાના પરિવાર સાથે તે પણ ચીન જવા માંગે છે.

આમનું કહેવું…

ચીની સૈનિક ડિયુ-સી-યુંગ દ્વારા પરિવાર સહિત ચીન જવાની માંગણી મંગળવારે કરવામાં આવી છે. જે અંગે વહીવટી કક્ષાએ જે કોઈ પ્રકારની મદદ જરૂરી હશે તે પૂરી પાડવામાં આવશે. – મંજૂષા વિક્રાંત રાય, જિલ્લા પંચાયત, સીઈઓ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY