જાણો.. Sasikala એ જેલમાં કઈ સુવિધા માટે કરી ડીમાન્ડ…

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ૪ વર્ષની સજા સંભળાવ્યા બાદ એઆઈએડીએમકે મહાસચિવ Sasikala બેંગલુરૂમાં સરેન્ડર કરવા માટે રવાના થઇ ગયા છે. જેલ રવાના થયા પહેલા શશિકલાએ પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા અને એમજીઆરની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

જેલમાં ગયા પહેલા શશિકલા તરફથી કેટલીક શરતો રાખવામાં આવી છે, તેમાં તેમના માટે જેલમાં અલગથી સેલ, ટીવીની વ્યવસ્થા વગેરેની માંગણી કરવામાં આવી છે.

જાણો.. જેલમાં ગયા પહેલા શશિકલાએ કઈ માંગણીઓ રાખી છે…

– શશિકલા માટે અલગથી સેલ હોય.

– શશિકલાના સેલમાં પલંગ અને ટીવીની વ્યવસ્થા હોય.

– શશિકલાને હાથકડી લગાવવામાં ન આવે.

– સેલમાં તેમને એક સેવક પણ આપવામાં આવે.

– જેલમાં સામાન્ય ખાવાનું જ ખાશે શશિકલા

– શશિકલાને ઘરનું ખાવાનું મળે કેમ કે તેમને ડાયાબિટીસની સમસ્યા છે.

– વેસ્ટર્ન ટોયલેટ

– ૨૪ કલાક ગરમ પાણી

– ૨૪ કલાક મિનરલ વોટર

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે શશિકલાને તાત્કાલિક સરેન્ડર કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે શશિકલા તરફથી આપવામાં આવેલ તે અરજીને ફગાવી દીધી છે, જેમાં સરેન્ડર કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે, શશિકલાને સરેન્ડર કરવા માટે વધુ સમય નહિ મળે અને નિર્ણયમાં પણ કોઈ ફેરફાર નહિ થાય.

NO COMMENTS

LEAVE A REPLY