રાષ્ટ્રપતિને લાંચ આપવા બદલ Samsung ના ચીફની ધરપકડ

samsung-chief-lee-arrested-for-offering-bribe-to-president

દુનિયાભરમાં વિખ્યાત એવી Samsung કંપનીના ગ્રૂપ ચીફ જે. વાય. લીની લાંચ આપવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે.

ટીવી ચેનલ સીએનએન ન્યૂઝ 18 ના અહેવાલો મુજબ શુક્રવારે Samsung ઇલેક્ટ્રોનિકસના ઉપાધ્યક્ષ એવા ૪૮ વર્ષીય જે. વાય. લીની સિયોલની કોર્ટમાં સુનાવણી પછી ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે સીયોલની કોર્ટમાં અંદાજે ૧૦ કલાક સુધી સુનાવણી ચાલી હતી.

લી પર આરોપ હતો કે તેમને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હેઈને ૩૬ મિલિયન ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ હતો કે તેમણે બે કંપનીઓને મર્જ કરવા માટે તેમનું સમર્થન માંગ્યું હતું. લીની ધરપકડ પછી કંપનીના શેરોમાં ભારે ગિરાવટ જોવા મળી હતી.

Samsung ના પ્રવક્તાનું કહેવું હતું કે હજુ આ મામલાનો ચુકાદો આવ્યો નથી ત્યાં જ તેની ધરપકડ કરવામાં આવી છે તો તેમની જમાનત થઇ જશે. કોર્ટે કેટલાક સમય અગાઉ લીની ધરપકડ કરવાની અભિયોજકોના પ્રયાસને રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે ધરપકડને ન્યાયસંગત ઠરાવવા માટે સબૂતોનો અભાવ છે.

NO COMMENTS

LEAVE A REPLY