વાંચો …સત્તામાં આવ્યા બાદના Modi સરકારના ૧૦ મોટા U-Turn

દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ તે પોતાના વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. જો કે ભાજપના અચ્છે દિનના વચન દરમ્યાન ઘણા બધા U-Turn જોવા મળ્યા છે. જેમાં તેમણે કરેલા વાયદા કરતા લીધેલા પગલાં તદન વિરોધી છે. જેના લીધે ભાજપની આ સરકારને U-Turn સરકાર તરીકે પણ ઓળખાવવામાં આવી રહી છે. આ અંગે ભાજપ પર આક્ષેપ મુકતા કોંગ્રેસે કહ્યું છે ભાજપે ચુંટણી વખતે આપેલા તમામ વાયદા પર ફેરવી તોળ્યું છે. જેમાં બ્લેક મની, એફડીઆઈ સહિત તમામ વિષય પર મોદી સરકારે યુ ટર્ન લીધો છે. આ પૂર્વે ભાજપ આ વિષય પર અલગ જ મત ધરાવતો હતો. પરંતુ જયારે તે સત્તામાં આવ્યો ત્યાર બાદ તે અંગેનો મત બદલાઈ ગયો છે.

જો કે આ મુદ્દે કેટલાંક લોકો ભાજપને તેમને ગેરમાર્ગે દોરવા અને મુર્ખ બનાવ્યા હોવાનું અનુભવી રહ્યાં છે. જો કે ભાજપ આ અંગે આ બાબતને સાચી નહીં માને.ત્યારે આવો નિહાળીએ પુરાવા સાથેના આવા જ કેટલાંક યુ ટર્ન

1. એફડીઆઈ

વર્ષ ૨૦૧૩માં ભાજપ પક્ષ જયારે વિપક્ષમાં હતો ત્યારે યુપીએ સરકારની ૪૯ ટકા FDI ની દરખાસ્તની વિરોધમાં હતો.ભાજપ પક્ષ અન્ય દરખાસ્ત પર તૈયાર હતો  ત્યારે માત્ર ૪૯ એફડીઆઈના મુદ્દે વિરોધ કર્યો હતો.પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપે ૪૯ ટકા FDI ને સ્વીકારી લીધી હતી. તેમજ ૪૯ FDI ને મંજુરી આપતું બિલ પણ સંસદમાં મંજુર કરી દીધું. જેનો રાજ્યસભામાં વિપક્ષોએ વિરોધ કર્યો હતો.

2. આધાર કાર્ડ

ભાજપે ચુંટણી પ્રચાર દરમ્યાન જણાવ્યું હતું કે, આધાર કાર્ડનો નિર્ણય રાષ્ટ્રીય હિતમાં નથી. નંદન નીલેકણી સામે ચુંટણી લડી રહેલા ભાજપ નેતા અનંત કુમારે જણાવ્યું હતું કે, આધાર કાર્ડને દુર કરવા જોઈએ અને તેને બનાવનાર તમામ સામે ફોજધારી કેસ દાખલ કરવો જોઈએ. જયારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આરૂઢ થયાં તો આધાર કાર્ડને વિવિધ યોજનાઓ સાથે લીંક કરીને તેનો વ્યાપ વધારવા આવ્યો

3. લેન્ડ સ્વેપ ડીલ

યુપીએ સરકારે બાંગ્લાદેશ સાથે કરેલી લેન્ડ સ્વેપીંગ ડીલનો ભાજપે વિરોધ કર્યો હતો. આ અંગે ભાજપ અસમના પ્રમુખ જણાવ્યું હતું કે આ ડીલથી રાજ્યને કોઈ ફાયદો નહીં થાય. પરંતુ આ જ બાબત જયારે ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી તો બદલાઈ ગઈ. પીએમ મોદીએ અસમની બે દિવસીય મુલાકાતમાં આ ડીલ પર સાઈન કરી અને કહ્યું આના લીધે અસમની સુરક્ષામાં વધારો થશે.

4. બાંગ્લાદેશી શરણાર્થી

વડાપ્રધાન મોદીએ ચુંટણી પૂર્વે તેમની સભામાં બાંગ્લાદેશી શરણાર્થીઓને દેશમાંથી હાંકી કાઢવાની વાતો કરી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ શું થયું ? ભાજપ સરકારે તેમને મદદ કરી અને તેમને વિઝા ફ્રી એન્ટ્રી પણ આપી.

5. સિવિલ ન્યુક્લિયર ડીલ

કોંગ્રેસ સરકારના શાસનકાળમાં જયારે યુએસ અને ભારત વચ્ચે સિવિલ ન્યુક્લિયર ડીલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે ભાજપે કહ્યું હતું કે આ નિર્ણય દેશહિતમાં નથી. તેમાં સુધારાની માંગ કરીને તે નિર્ણયને અટકાવી રાખ્યો હતો. જયારે ભાજપ પક્ષ સત્તામાં આવતાની સાથે જ સિવિલ ન્યુક્લિયર ડીલ તેમની માટે ગૌરવપૂર્ણ બાબત બની ગઈ હતી. તેમજ સરકારે યુએસ સાથે આ ડીલ પણ સાઈન કરી લીધી.

6. બ્લેક મની

બ્લેક મની ભાજપની ચુંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો હતો. ભાજપે બ્લેક મની ભારતમાં પરત લાવવાનો વાયદો કર્યો હતો અને તે પણ સત્તામાં આવ્યા બાદ ૧૦ દિવસમાં. તેમાં પણ વિદેશી બેંકોમાં ગેરકાયદે એકાઉન્ટ ધરાવતા લોકોના ખાતામાં જમા નાણા ભારતમાં પરત લાવવામાં આવશે. જો કે હાલ સત્તાના ત્રણ વર્ષ પૂર્ણ કરવાના નજીક હોવા છતાં પણ તે વાયદો પૂર્ણ થયો નથી. આ તો  ઠીક છે પરંતુ સુપ્રિમ કોર્ટે વારંવાર આ લોકોના નામ અદાલતમાં જાહેર કરવા માંગણી કરી  હોવા છતાં પણ આ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જો કે તેમાં કેટલાંક મોટા માથા સંડોવાયેલા હોવાના તર્કવિતર્ક ચાલી રહ્યાં છે. તમને નથી લાગતું કે આ લોકો સાથેની સીધી છેતરપીંડી છે?

7. રેલ્વે ભાડું

જયારે ભાજપ અને પીએમ મોદી સત્તામાં ન હતા ત્યારે તે સરકારના દરેક ભાવવધારાનો વિરોધ કરતા હતા અને ભ્રષ્ટાચારને ડામવા માટેની માંગ કરતા હતા. ભાજપ આ સમયે પણ રેલ્વે ભાડાના વધારાનો આક્રમક વિરોધ કરતું હતું. તેમજ તત્કાલીન વડાપ્રધાનને ભાવવધારો પરત ખેંચવાનો પત્ર પણ લખતા હતા. યુપીએ સરકારે રેલ્વે ભાડામાં માત્ર બે ટકાનો વધારો કર્યો હતો તો ભાજપે રેલ રોકો આંદોલન કર્યું હતું. જયારે બીજી તરફ સત્તામાં આવ્યા બાદ ભાજપે રેલ્વે ભાડામાં ૧૪.૨ ટકા અને નુરમાં ૬.૫ ટકા નો વધારો ઝીંક્યો છે. તેમછતા  રેલ્વેની સુવિધામાં સુધારાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ પગલું કરોડો લોકોની આશા પર કુઠારાધાત સમાન છે.

8. રાવ ઇન્દ્રજીતસિંહ

જયારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપે Rao Inderjeet Singh ને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને તેમની સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. પરંતુ જયારે ભાજપ સત્તામાં આવ્યું તેની સાથે જ Rao Inderjeet Singh સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા બની ગયા અને એટલું જ નહીં તેમને રાજ્ય કક્ષાના ડિફેન્સ મીનીસ્ટર બનાવવામાં આવ્યા હતા.

9. વીજળીના દર

દિલ્હીમાં ભાજપે ચુંટણી પૂર્વે ૩૦ ટકા સસ્તી વીજળી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ભાજપ પક્ષ જેવો  જ સત્તામાં આવ્યો તરત જ તેણે U-Turn લીધો હતો.  ત્યાર પછી ઈલેક્ટ્રીટી સીટીના દરમાં બે વાર વધારો કર્યો હતો. જેમાં એક વાર ૮.૩૨ ટકા અને બીજી વારમાં ૭ ટકાનો વધારો કર્યો હતો.

10. નોટબંધી

વર્ષ ૨૦૧૪માં આરબીઆઈએ નોટબંધી અંગેની દરખાસ્ત કરી હતી. જેમાં વર્ષ ૨૦૦૫ પહેલાં બહાર પાડેલી ચલણી નોટો પરત ખેંચવાની દરખાસ્ત હતી. તે સમયે ભાજપે આ દરખાસ્તનો એવા બહાના હેઠળ વિરોધ કર્યો હતો કે નોટબંધીથી બ્લેક મનીની સમસ્યા હલ નહીં થાય અને તે ગરીબ વિરોધી છે. પરંતુ હવે જયારે ભાજપ પક્ષ સત્તામાં આવ્યો તેની સાથે જ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી બંધ કરવાની રાતોરાત જાહેરાત કરીને દેશવાસીઓને બાનમાં લીધાં હતા અને કહ્યું હતું કે આ રીતે બ્લેક મનીની સમસ્યા હલ થશે.

NO COMMENTS

LEAVE A REPLY