RBI એ ડેબિટ કાર્ડથી ચુકવણીમાં કર્યા આ મોટા બદલાવ

RBI

રિઝર્વ બેંકે (RBI) ડેબિટ કાર્ડથી ચુકવણી પર એમડીઆર ચાર્જમાં ૧ એપ્રિલથી ભારે ઘટાડો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નાના દુકાનદારોમાં ડીજીટલ લેણ-દેણને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ઉઠાવ્યું છે.

કેન્દ્રીય બેંકે ૨૦ લાખ રૂપિયાનાં વાર્ષિક વ્યાપારવાળા નાના કારોબારીઓ અને વીમા, મ્યુચ્યુઅલ ફંડ, શિક્ષા સંસ્થાન, સરકારી અસ્પતાલ જેવી વિશેષ શ્રેણી માટે એમડીઆર ચાર્જ કુલ ચુકવણીનાં ૦.૪૦ ટકા રાખવાનો પ્રસ્તાવ કર્યો છે. આ સમયે ૨,૦૦૦ રૂપિયા સુધીની લેણદેણ પર મહત્તમ ૦.૭૫ ટકા એમડીઆર લાગે છે, જ્યારે તેને વધારે રકમ પર આ દર એક ટકા છે. તેમજ ક્રેડીટ કાર્ડ ચુકવણી પર એમડીઆર પર રિઝર્વ બેંકે કોઈ સીમા નક્કી કરી નથી.

એક હજાર રૂપિયાનું કાર્ડ પેમેન્ટ કરવા પર અઢી રૂપિયાની જગ્યાએ ૪ રૂપિયા આપવા પડશે. પરંતુ આ એક હજારથી વધારે અથવા ૨,૦૦૦ રૂપિયાની લેણ-દેણ થાય તો તે ૮ રૂપિયા રહેશે. આ પ્રકારે ૧,૦૦૦ રૂપિયાથી ઓછી લેણ-દેણ પર ચાર્જ વધી જશે, પરંતુ એક હજારથી વધારે પર ઓછો થઇ જશે.

આ દરોને સાધારણ ભાષામાં સમજવામાં આવે તો ૧,૦૦૦ રૂપિયા સુધી ચુકવણી પર આ દર ૫ રૂપિયા, ૧,૦૦૦ થી ૨,૦૦૦ રૂપિયા વચ્ચેની ચુકવણી માટે ૧૦ રૂપિયા અને ૨,૦૦૦ રૂપિયાથી વધારે ચુકવણી માટે વધારેથી વધારે ૨૫૦ રૂપિયા ચાર્જ લાગશે.

ચાર્જમાં ઘટાડા માટે કેન્દ્રીય બેંકે ડેબિટ કાર્ડ લેણ-દેણ માટે એમડીઆરને યુક્તિસંગત બનાવવા વિશે ડ્રાફ્ટ પરિપત્ર રજૂ કર્યું છે. નોટબંધી બાદ રિઝર્વ બેંકે આ ચાર્જમાં ૩૧ માર્ચ સુધી ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકનો તે પણ પ્રસ્તાવ છે કે, સુવિધા અથવા સેવા ચાર્જની ચુકવણી ગ્રાહકે નહી કરવાની રહે કે સુચના પટ્ટી દુકાનદારોમાં લગાવવાની હશે.

ઉલ્લેખનીય છે કે, ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી વગેરે પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જ લગાવવામાં આવે છે. રિઝર્વ બેંકે એમડીઆર ચાર્જનાં દ્રષ્ટિકોણથી કારોબારીઓને ચાર શ્રેણીમાં વહેંચવાનો પ્રસ્તાવ કર્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY