PM Modi એ મંત્રીઓ પાસે માંગ્યો છેલ્લા ત્રણ મહિનાના પ્રવાસનો હિસાબ

નવી દિલ્હી : PM Modi એ પોતાના મંત્રીમંડળ સહયોગીઓ પાસે છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવેલ પ્રવાસની વિગત આપવાનું કહ્યું છે. આ કવાયતનો ઉદ્દેશ એ જાણવાનો છે કે, શું આ મંત્રીઓએ નોટબંધી અને અન્ય કદમને પ્રોત્સાહન આપ્યું કે નહિ.

સુત્રોએ આ જાણકારી આપતા કહ્યું છે કે, માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાને હાલમાં થયેલ મંત્રીમંડળની બેઠકમાં આ નિર્દેશ આપ્યો છે. આ મંત્રીઓને સોમવાર સુધી વિગત આપવાનું કહેવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર દિંહ તોમરને આ કામ માટે મંત્રાલયો સાથે સમન્વય સ્થાપિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુત્રોએ જણાવ્યું છે કે, દરેક મંત્રીઓએ છેલ્લા ત્રણ મહિના દરમિયાન તેમના શહેરથી બહારની યાત્રાના કાર્યક્રમોની વિગત આપવાનું કહેવામાં આવ્યું છે. જે મંત્રી યાત્રા પર નહોતા તો તેમણે ઉલ્લેખ કરવો પડશે કે, જો તે દિલ્હીમાં હતા તો શું કાર્યાલય ગયા. આ કવાયતનો ઉદ્દેશ એ જાણવાનો પણ છે કે શું તે કાર્યાલયના કાર્ય અને ક્ષેત્રના દાયિત્વો વચ્ચે સંતુલન બેસાડી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY