PM Modi અને ટ્રમ્પની મે મહિનામાં થશે મુલાકાત, આ ૫ મુદ્દાઓ પર થશે વાતચીત

0
79

નવી દિલ્હી : 2017 ના મે મહિનામાં ભારતના PM Modi અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ અધિકારીક મુલાકાત થઇ શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાજનેતા તેના માટે મોદીના અમેરિકા પ્રવાસની તૈયારીઓમાં લાગી ગયા છે.

આમ તો જણાવવામાં આવી રહ્યું છે કે, મોદી અને ટ્રમ્પ જુલાઈમાં જર્મનીના શહેર હૈમ્બર્ગમાં થનાર જી-૨૦ દેશોના સંમેલનમાં પણ મળી શકે છે પરંતુ આ એક બહુપક્ષીય મુલાકાત હશે.

વાતચીતમાં H-1B વિઝા મુદ્દો મહત્વનો હશે
અમેરિકાની બંને રાજકીય પાર્ટીઓ ડેમોક્રેટિક હોય કે રિપબ્લિક ભારત સાથે કૂટનીતિક સબંધને મહત્વનો માનવામાં આવે છે. જો કે, અમેરિકાની રીપબ્લીકન સરકાર પણ ઈચ્છશે કે, ભારત સાથે સબંધ મજબુત થવા જોઈએ.

વડાપ્રધાન મોદી જયારે પહેલી વાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા તો સૌથી પહેલા H-1B વિઝા મુદ્દો જ મહત્વનો હશે. અમેરિકામાં પ્રવાસીઓ વિરુદ્ધ ટ્રમ્પના નવા આદેશ બાદ ભારતની આઈટી કંપનીઓને ભારે નુકશાન થઇ શકે છે.

આર્થિક મુદ્દાઓ ઉપરાંત બંને દેશના નેતાઓ વચ્ચે મુલાકાતમાં આતંકવાદ અને ચીનના મુદ્દા પણ મહત્વના હશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પાકિસ્તાન ઉપર પણ વાતચીત થઇ શકે છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે, આ મુદ્દાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, મોદી દુનિયાના તે નેતાઓમાં છે જેમણે સૌથી પહેલા ટ્રમ્પને જીતની શુભેચ્છા આપી હતી. આ સબંધને વધુ મજબુત કરવા માટે ટ્રંપે પણ રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદીને ફોન પર વાત કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY