Supreme Court એ કહ્યું કે ફિલ્મ દરમિયાન રાષ્ટ્રગાન પર ઉભા થવું લોકો માટે બાધ્ય નથી

People Are Not Obliged To Stand Up When The National Anthem Is Played In Film: Supreme Court

સિનેમા હોલમાં ફિલ્મની પહેલા અને તે દરમિયાન રાષ્ટ્રગાન શરુ ત્યારે ઉભા થવા અંગે Supreme Court એ મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે સિનેમા હોલમાં રાષ્ટ્રગાન શરુ થાય ત્યારે લોકોને ઉભા થવા માટે બાધ્ય નથી.

સાથે આ મુદ્દા ઉપર ચર્ચાની પણ જરૂરિયાત છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મ સોસાયટીની અરજી પર સુનાવણી કરતા આ મુદ્દા પર અસમંજસને સ્પષ્ટ કરીને કહ્યું છે કે જો ફિલ્મની પહેલા રાષ્ટ્રગાન વાગે ત્યારે લોકોએ ઉભા થવું જરૂરી છે પરંતુ ફિલ્મની વચ્ચે કોઈ દ્રશ્યમાં રાષ્ટ્રગાન વાગે (ગવાય) તો દર્શક તેના પર ઉભા થવા માટે બાધ્ય નથી. આ સાથે જ તે પણ જરૂરી નથી કે તેઓ રાષ્ટ્રગાનને દોહરાવે પણ.

કોટે કહ્યું કે અમે નૈતિકતાના પહેરેદાર નથી. આ મામલાને લઈને કેન્દ્ર સરકારે કહ્યું, રાષ્ટ્રગાન પર ઉભા થવા અંગે કોઈ કાનૂન નથી. એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કેન્દ્રની તરફથી અદાલતમાં કહ્યું કે કોર્ટ રાષ્ટ્રગાનના અપમાન સાથે જોડાયેલા કાનૂન ઉપર પણ એક વાર નજર નાખી જુએ.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે સિનેમાઘરોમાં રાષ્ટ્રગાન શરુ થતા સમયે સિનેમા હોલના પરદા પર રાષ્ટ્રીય ધ્વજ દેખાડવો અનિવાર્ય છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY