ઑફીસ માટે ઉપયોગી Vastu Tips

Office of useful Vastu

Vastu Tips : સ્વસ્થ વાતાવરણ મગજને તાજગી પ્રદાન કરે છે સાથે જ અનુકૂળ બનાવે છે. ફેંગ સુઇ આ સુસંગતતા મેળવવાનો એક માર્ગ છે. ફેંગ સુઇમાં વાતાવરણમાં સંતુલન કેળવવા માટે વસ્તુઓની યોગ્ય ગોઠવણી કરવાનું જણાવવામાં આવ્યું છે. તે પ્રાચીન ચીનની કલા છે જે સ્વર્ગ અને પૃથ્વીના સિદ્ધાંતો દ્વારા જીવનને વધુ સારૂં બનાવવામાં મદદરૂપ નિવડે છે.

જ્યાં બિઝનેસને લગતું કામકાજ થતું હોય તે ઑફીસમાં ઉર્જાનો પ્રવાહ વધારવા ગણેશજી નીચેની ટિપ્સ સૂચવે છે. ઑફિસને વધુ સુવિધાજનક બનાવવા અને મુલાકાતીઓને આવકારવા આપ ફેંગ સુઇનો સહારો લઇ શકો છો. તેના પરિણામે ઉર્જાનો પૉઝિટીવ પ્રવાહ વહેતો થશે જે આપને આપની મહેનત દ્વારા સફળતા અને સમૃદ્ધિ અપાવશે.

જો આપની ઑફિસ આપના ઘર સાથે જોડાયેલી હોય તો ગણેશજીની સલાહ છે કે આપ દક્ષિણ તરફ મુખ કરીને બેસો. આપના ડેસ્ક માટે શ્રેષ્ઠ જગ્યા આપની ઑફિસના દરવાજાની બિલકુલ ત્રાંસમાં સામે આવેલા ખૂણામાં છે.

ઘરમાં આવેલી ઑફિસ માટે સમચોરસ રૂમ સૌથી શ્રેષ્ઠ છે.

આપે પીઠ દરવાજા તરફ કરીને ન બેસવું જોઇએ, જો બીજો કોઇ રસ્તો ન હોય તો આપ સામેની દિવાલ પર દર્પણ લગાવી શકો છો, જેથી પ્રવેશ કરતી વ્યક્તિને જોઇ શકાય.

આપના ઘર અને ઑફિસની જગ્યાને શયનખંડથી અલગ રાખો. જો આપ ઘરેથી કામ કરતા હોવ તો આપે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, પછી ભલે તે પાર્ટ ટાઇમ નોકરી હોય. તે ઑફિસ અને ઘરની ઉર્જાને અલગ રાખશે. જો આપે શયનખંડમાં જ ઓફિસ રાખવી પડે તેવી સ્થિતિ હોય તો આપના ડેસ્ક અને પલંગ વચ્ચે એક પડદો રાખવાની સલાહ ગણેશજી આપે છે.

જો આપના કેટલાંક ક્લાયન્ટ્સ ઘરે મળવા આવતા હોય તો તેમના માટે પ્રવેશદ્વાર અલગ રાખવું જોઇએ. ઘરના સભ્યો જ્યાંથી પ્રવેશતા હોય તેનો ઉપયોગ ક્લાયન્ટ્સ ન કરતા હોવા જોઇએ. વ્યવસાયિક ગુણવત્તા જાળવી રાખવા માટે તેનાથી મદદ મળશે. ગણેશજીની સલાહ છે કે કોઇ મોભ કે પિલરની નીચે ન બેસતા. તે આપની પ્રગતિમાં વિઘ્નરૂપ બની શકે છે. હવાથી રણકતી ઘંટડીઓ ઉત્તર અથવા પૂર્વની બારી પાસે રાખવાની સલાહ આપવામાં આવે છે.

ગણેશજી કહે છે કે વાંસનું ઝાડ પણ આપના ડેસ્ક પર મૂકી શકાય.

NO COMMENTS

LEAVE A REPLY