Gujarat માં હાર્દિક પટેલની ‘મોદી હરાવો, દેશ બચાવો’ રેલીમાં નીતીશકુમાર હાજરી નહીં આપે !

Gujarat માં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને પાસ દ્વારા ૨૮ જાન્યુઆરીએ આયોજિત મોદી હરાવો દેશ બચાવો મહારેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હાજરી નહી આપે તેવા અણસાર છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી લાઇમ લાઇટમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલે ગત મહિને નિતિશ કુમાર સાથે પટનામાં મુલાકાત કરી હતી.

આ દરમિયાન હાર્દિક પટેલે 28 જાન્યુઆરીએ આયોજિત મોદી હરાવો દેશ બચાવો મહારેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. તે વખતે નિતિશકુમારે આવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ મીડિયામાં આવી રહેલ તાજા સમાચાર અનુસાર એમણે હવે આ રેલીમાં જવાનું માંડી વાળ્યું છે.

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે હાર્દિક પટેલને મહારેલીમાં જોડાવાનો ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તરપ્રદેશ ચૂંટણીની વ્યસ્તતાનું કારણ આગળ ધરી એમણે હાર્દિક પટેલને ગુજરાત આવવાનો નનૈયો ભણ્યો છે. નિતિશકુમારના આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સાથે એમની નિકટતા વધી હોવાની ચર્ચાઓ તેજ બની છે.

NO COMMENTS

LEAVE A REPLY