નલિયા દુષ્કર્મ મામલે Congress દ્વારા રાજ્યપાલને આવેદન અપાયું

0
44
Naliya rape case: A Memorandum to the Governor by Congress

ગુજરાતના બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કેસ અંગે ન્યાયિક તપાસ કરાવવા માટે Congress દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગુજરાતના કચ્છ જિલ્લાના નલિયા ખાતેના બહુચર્ચિત યુવતી સાથે કરાયેલા સામુહિક રેપની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આ મામલે ભોગ બનનાર યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે. આ ઘટનાની પોલીસ તપાસમાં બીજેપીના કેટલાક આગેવાનોના નામો બહાર આવ્યા છે. તે પૈકી બીજેપીના કેટલાક આગેવાનો અને નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલા સત્તાધારી રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓની સંડોવણી હોવાથી યોગ્ય રીતે તપાસ થઇ શકે કે કેમ તેની ઉપર સવાલ ઉપસ્થિત થયા છે. આથી આ મામલે આજે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂત, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા શૈલેષ પરમાર, ધારાસભ્યો ડૉ. તેજશ્રીબેન પટેલ, કામિનીબા રાઠોડ, બળદેવજી ઠાકોર, રમેશ ચાવડા, અમીત ચૌધરી, પૂર્વ સંસદસભ્યો જગદીશ ઠાકોર, સાગર રાયકા, પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ નિશીત વ્યાસ, મૌલિન વૈષ્ણવ સહિતના આગેવાનોએ આજરોજ બપોરના ૩-૩૦ કલાકે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીને રૂબરૂ મળી કચ્છ જિલ્લામાં નલિયા ખાતે બનેલ દુષ્કર્મકાંડ અંગે હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY