મુલતાની માટી કરે Dry Hair નું સવાયું જતન

0
79

1. મુલતાની માટી

જો તમે વાળને સુંદર બનાવવાના ચક્કરમાં બજારુ ક્રીમ પ્રોડક્ટનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો, તો મુલતાની માટીથી વધારે સારી અને નેચરલ વસ્તુ ક્યારેય નહી મળે. મુલતાની માટી વાળ માટે ઘણી સારી માનવામાં આવે છે.

મુલતાની માટીને વાળમાં લગાવવાથી વાળનાં મૂળ મજબૂત થાય છે. તેના સતત ઉપયોગથી Dry Hair સુંદર અને શાઈન કરવા લાગે છે. આવો જાણીએ, મુલતાની માટીનાં કેટલાક અસરકારક પ્રયોગ વિશે…

2. મજબૂત વાળ માટે

વાળને મજબૂત બનાવવા માટે અડધથી ઓછો અરીઠાંનો પાઉડર લો. તેમાં અડધો કપ મુલતાની માટી પાઉડર મિક્સ કરો. પછી તેમાં ૧ ચમચી લીંબુનો રસ અને પાણી ભેળવીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ૩૦ મિનીટ માટે રહેવા દો, જેનાથી મુલતાની માટીમાં પાણી સારી રીતે સમાઈ જાય. વાળમાં પેસ્ટ લગાવીને ૨૦ મિનીટ સુધી રહેવા દો. આ હેર પેક સપ્તાહમાં બે વખત લગાવી શકો છો.

3. હેર લોસ માટે

૬-૮ ચમચી મુલતાની માટીમાં ૨ ચમચી કાળા મારીનો પાઉડર અને થોડું દહીં ભેળવો. આ પેસ્ટને માથામાં લગાવો અને ૩૦ મિનીટ માટે રહેવા દો. પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો. તેનાથીઓ વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.

4. ડ્રાય વાળ માટે

૪-૬ ચમચી મુલતાની માટીમાં થોડી એલોવેરા જેલ મિક્સ કરો. પછી તેમાં ૨ ટીપાં તમારી પસંદનું તેલ ભેળવો અને ૧ ચમચી લીંબુનો રસ ભેળવો. પછી આ પેસ્ટને માથા પર લગાવો અને ૩૦ મિનીટ બાદ ધોઈ લો.

5. ડેમેજ વાળ માટે

૪-૫ ચમચી મુલતાની માટીમાં ૩ ચમચી સંતરાનો રસ ભેળવો. પછી આ મિશ્રણમાં ૧ કપ દહીં મિક્સ કરો. આ હેર પેકને માથામાં લગાવો અને ૩૦ મિનીટ બાદ ઠંડા પાણી વડે ધોઈ લો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY