છ વર્ષથી કામ પર ન આવ્યો, તો પણ પગાર સાથે મળ્યો Award

0
30
Man Skipped Work For 6 Years And No One Noticed Until He Won An Award

સ્પેનના કેડિજ શહેરમાં સ્થાનિક સરકારની લાપરવાહીનો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. અહિયાં બિલ્ડિંગ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો એક કર્મચારી છેલ્લા છ વર્ષથી કામ કર્યા વિના પગાર લઈ રહ્યો હતો, અને હદ તો ત્યારે થઈ ગઈ કે જયારે તેને પોતાના ૨૦ વર્ષની સારી કામગીરી માટે Award પણ મળી ગયો.

મીડિયા રિપોર્ટ મુજબ જોએક્વિન ગાર્સિયા નામના આ કર્મચારીએ છેલ્લા છ વર્ષમાં સ્થાનિક સરકાર પાસેથી અંદાજે 41500 ડોલર વેતન પણ મેળવ્યું હતું. 69 વર્ષના ગાર્સિયાની પોતાની નોકરી પ્રત્યેની આ લાપરવાહી ત્યારે બહાર આવી હતી કે, જયારે Award આપવા માટે તેના નામની જાહેરાત કરવામાં આવી હતી.

સ્થાનિક સરકાર દ્વારા હવે જોએક્વિન ગાર્સિયાની સામે કાર્યવાહી કરીને 30000 ડોલરની દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કેડિજના ડેપ્યુટી મેયર જોર્જ બ્લાસે કહ્યું કે ગર્સીયાએ 2010 સુધી એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સુપરવાઈઝરનું કામ કર્યું હતું, ત્યાર બાદ આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિની નિમણુક કરવામાં આવી ન હતી. આ કોઈ જાણતું ન હતું કે તે રિટાયર્ડ થઈ ગયો છે કે પછી તેનું મૃત્યુ નીપજ્યું થઈ ગયું છે.

ગાર્સિયાના નીકટના લોકોનું કહેવું છે કે આ દરમિયાન તેમનો લગાવ દર્શનશાસ્ત્રની તરફ રહ્યો હતો. જો કે હવે સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારે પણ ગાર્સિયાએ કહ્યું છે કે મેં કઈ જ ખોટું નથી કર્યું અને હું નિર્દોષ છું. હવે ડેપ્યુટી મેયર દ્વારા ફટકારવામાં આવેલા દંડના આદેશ સામે ગાર્સિયાએ ફેરવિચાર કરવા માટેની અરજી કરી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY