હવે કુતરાઓને પણ કેચની પ્રેક્ટીસ કરાવી રહ્યો છે ધોની

ઇંગ્લેન્ડ સામે વનડે અને ટી-૨૦ કેપ્ટનશીપ છોડ્યા બાદ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની હવે પોતાનો ખાલી સમય ઘરમાં વિતાવી રહ્યા છે. તાજેતરમાં પુત્રી જીવા સાથેના વિડીયો બાદ ધોનીએ સોશિયલ મીડિયા પર પોતાના પાળતું કુતરાઓ સાથેનો એક વિડીયો શેર કર્યો છે. મહેન્દ્ર સિંહ ધોની આ વિડીયોમાં પોતાના કુતરાને કેચ કરવાની પ્રેક્ટીસ કરાવતા જોવા મળી રહ્યા છે.

A post shared by @mahi7781 on

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન ધોની પોતાના આ નવા વિડીયોમાં પોતાના ૩ પાળતું કુતરાઓની સાથે જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની તેમણે કેચિંગ પ્રેક્ટીસ કરાવી રહ્યા છે અને તેમના ત્રણ કુતરા બોલને પકડવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ વિકેટકીપિંગના નિષ્ણાત માહીથી તેમના આ પાળતું ઘણા પાછળ દેખાઈ રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીને બાઈક્સ અને Pat Lover માનવામાં આવે છે.

તાજેતરમાં ધોનીએ પોતાની નાની પરી જીવાનો બર્થ ડે મસુરીમાં મનાવ્યો હતો. જેની તસ્વીર તેમની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

વર્ષ ૨૦૦૭ થી ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલા માહીએ આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા અચાનક વનડે અને ટી-૨૦ કેપ્ટનશીપ છોડી દીધી હતી. જયારે ટેસ્ટની કેપ્ટનશીપ ૨૦૧૪ ના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે છોડી ચુક્યા છે. કેપ્ટન ધોની હવે ભારતીય વનડે અને ટી-૨૦ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રહેલા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY