India માં રૂ. ૧૦,૦૦૦ કરોડથી ૧૨,૦૦૦ કરોડનું રોકાણ કરશે લૂલૂ જૂથ

અમદાવાદ : India સરકાર અને ગુજરાત સરકારે ગાંધીનગર ખાતે ૮મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ અંતર્ગત વૈશ્વિક સ્તરના સીઇઓ માટે રેડ કાર્પેટ પાથરી હતી. જેમાં ૫૦ વૈશ્વિક સીઇઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રિય નાણાંમંત્રીશ્રી અરૂણ જેટલી સાથે ‘ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા’ વિષય ઉપર વાર્તાલાપ કર્યો હતો, જેની ફળદાયી અસરો જણાઇ છે.

આંતરરાષ્ટ્રીય સીઇઓમાં બોઇંગ ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ બટ્રાન્ડ માર્ક એલેન, એમર્સન ઇલેક્ટ્રિક કંપનીના પ્રેસિડંટ શ્રી એડવર્ડ એલ. મોન્સર, ટ્રાફિગુરા બહીર બીવીના સીઇઓ શ્રી. જેરેમી વેઇર, ઇલેક્ટ્રીસાઇટ ડિ ફ્રાંસ એસએના ચેરમેન અને સીઇઓ શ્રી. જીન-બર્નાર્ડ લેવી, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડન્ટ શ્રી. તોશીહીરો સુઝુકી, સિસ્કોના એક્ઝિક્યુટિવ ચેરમેન . જોહન ચેમ્બર્સ સહિત વિશ્વના ઉદ્યોગ જગતના બિઝનેસ લિડર્સનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાંથી આવેલા સીઇઓમાં મુકેશ અંબાણી, અરુંઘતી ભટ્ટાચાર્ય, અનિલ અંબાણી, આનંદ મહિન્દ્રા, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી, અદિ ગોદરેજ અને અજય પિરામલ સહિત અગ્રણી ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

ડેલ ઇએમસીના પ્રેસિડન્ટ અમીત મિધાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘સમૃદ્ધ ભારતની છેલ્લા પાંચ વર્ષની વિકાસ યાત્રા ઉડીને આંખે વળગે તેવી રહી છે. તંદુરસ્ત જીડીપી વૃદ્ધિ દર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસથી વિકાસશીલ સરકારના હકારાત્મક અભિગમથી પ્રોત્સાહક પરિણામો મળ્યા છે, આ પરિવર્તનશીલ પ્રવાહને સમગ્ર રાષ્ટ્રમાં પ્રસારાવવાની આવશ્યકતા છે.

ખાનગી ક્ષેત્રના સહયોગથી સરકારની ડિજીટલ ઇન્ડિયા પહેલ ભારતને ડિજીટલી સક્ષમ સોસાયટી અને નોલેજ ઇકોનોમી તરફ લઇ જશે. ડિજીટાઇઝ્ડ ભારત ઉદ્યોગ સાહસિકો અને જનસામાન્યને સાનુકૂળ અસર ઊભી કરી ભાવિ ટેકનોલોજી માટેનો ધોરીમાર્ગ બનાવશે. જેનાથી વ્યવસાયિક અને વ્યક્તિગત સ્તરે અભૂતપૂર્વ બદલાવ લાવશે. ભારતમાં ઉદ્યોગ કરવા માટે આનાથી વધુ સારો સમય ક્યારેય જણાયો નથી એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત રાજ્ય દ્યોગના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે. ‘ટ્રાન્સફોર્મ ઇન્ડિયા’ના મંત્ર સાથે મક્કમ પગલે આગળ ધપી રહ્યું છે કે જે ભારતના આર્થિક વિકાસના મહામાર્ગ તરીકે સાચી રીતે ઉભરી આવ્યું છે. અમને ગુજરાતમાં મૂડીરોકાણ કરતા અત્યંત આનંદ અને સંતોષ થાય છે.

ગ્લોબલ સીઇઓ કોન્ક્લેવની સૌથી મોટી ફલશ્રુતિ એ રહી છે કે તે માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા સમગ્ર દેશમાટે ચોક્કસ વૈશ્વિક રોકાણ માટે સુમેળભર્યુ વાતાવરણ પૂરું પાડવામાં, ચોક્કસ કાર્યયોજના બનાવવામાં ઉપયોગી બની છે.

આ સત્રમાં મુખ્યત્વે ભારતમાં સાનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ અને ભારતમાં ઉદ્યોગ માટેની અનુકૂળતા માટે જરૂરી નીતિ માળખા પર ભાર મુકવામાં આવ્યો હતો.

લૂલુ જૂથના એમડી શ્રી યુસુફલી એમ.એ.એ જણાવ્યું હતું કે ‘લૂલુ જૂથ ભારતમાં રૂ. 10,000 કરોડથી રૂ. 12000 કરોડનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. કેરળના કોચીમાં આવેલો અમારો લૂલુ શોપિંગ મોલ ભારતનો સૌથી મોટો મોલ છે. અમદાવાદમાં પણ અમે મોલ, હોટેલ અને મીની કોન્વેન્શન અને એક્ઝિબીશન સેન્ટર માટેની તકો વિચારી રહ્યા છીએ, જે ગુજરાતમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY