Movie Review: એક્શન મસાલા છે જેકી ચેનની ફિલ્મ ‘Kung Fu Yoga’

ડિરેક્ટર સ્ટેનલી ટોંગ ચીનના ફેમસ ડિરેક્ટર્સ માંથી એક છે. હવે સ્ટેનલીની સાથે ફેમસ ઇન્ટરનેશનલ સ્ટાર જેકી ચેન મળીને ફિલ્મ ‘કુંગ ફુ યોગા’ ફિલ્મ બનાવી છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે..

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી ચીનના એક મ્યુઝિયમમાં કામ કરનાર પુરાતત્વવિદ જેક (જેકી ચેન) ની છે. તેને મળવા માટે એક દિવસ ભારતની પ્રોફેસર અશ્મિતા (દિશા પટાની) અને તેની ટીચિંગ આસિસ્ટન્ટ કાયરા (અમાયરા દસ્તૂર) પહોચે છે. અશ્મિતાની સાથે એક ૧૦૦૦ વર્ષ જુનો મેપ પણ હોય છે. જેની મદદથી જેક મગધના ખોવાયેલા ખજાનાની તપાસ કરવાનો પ્રયત્ન કરે છે. આ સિલસિલામાં આખી ટીમની મુલાકાત રેન્ડલ (સોનુ સૂદ) સાથે થાય છે, જેનો પૂરો પ્રયત્ન રહે છે કે, તે ખજાના પર પોતાનો અધિકાર બનાવી લે છે. તો શું જેક અને તેની ટીમ ખજાનાને શોધી તેને રેન્ડલના હાથમાંથી બચાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેકશન :
ફિલ્મનું ડિરેકશન કમાલનું છે. વીએફએક્સ, બેકગ્રાઉન્ડ અને એક્શન સિક્વન્સ કમાલના છે. ફિલ્મનું લોકેશન પણ ખૂબ અદ્દભુત છે. જેકી ચેનના ઘણા એક્શન સિક્વન્સ તમને પસંદ આવશે.

એક્ટિંગ:
ફિલ્મમાં જેકી ચેનના એક્શન સીન્સ વખાણવાલાયક છે. તો બીજી તરફ, સોનુ સૂદનો વિલન અવતાર જેકી ચેનની સામે ફિક્કો લાગે છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે જેકી ચેન અને તેમના એક્શનના મોટા ફેન છો તો આ ફિલ્મ એકવાર ચોક્કસ જોવી.

NO COMMENTS

LEAVE A REPLY