કાશ્મીરમાં પથ્થરમારો: Army ચીફના નિવેદનને પરિકરે કર્યું સમર્થન

0
46
Kashmir Stone Pelting: Army chief's statement confirmed Defense Minister Manohar Parrikar

Army ચીફ બિપિન રાવતના કાશ્મીરમાં પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અંગેના નિવેદનને રક્ષા મંત્રી મનોહર પરિકરે સમર્થન કર્યું છે. પરિકરે કહ્યું છે કે સેના દરેક કાશ્મીરીઓને આતંકવાદી માનતી નથી, પરંતુ જો કોઈ Army ની સામે કઈ કરે તો હાજર અધિકારીઓને ફ્રી હેન્ડ હોય છે.

પરિકરે એક ખાનગી ચેનલની સાથેની વાતચિતમાં કહ્યું છે કે સેનાના ઓપરેશનમાં સ્થાનિક સ્તર પર કોઈ અડચણરૂપ બનવાનો પ્રયાસ કરે તો, તે સમયે કમાંડિંગ ઓફિસરને નિર્ણય લેવા માટેનો પૂરો અધિકાર હાય છે. પરિકરે કહ્યું કે, સેના દરેક કાશ્મીરીઓને આત્ન્કીઓના સમર્થક માનતી નથી, પરંતુ જે આતંકીઓની સાથે છે, તે આતંકી જ છે.

આ અગાઉ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ પણ રાવતના નિવેદનનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘પથ્થર મારનારાઓ અને રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ જે કોઈ કામ કરશે, તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે રાષ્ટ્રીય હિત સૌથી સર્વોચ્ચ છે.’

ઉલ્લેખનિય છે કે પરિકર અને રિજીજુની આ ટિપ્પણી જનરલ રાવતના નિવેદનના સંદર્ભમાં કરવામાં આવી છે. રાવતે કહ્યું હતું કે, કાશ્મીર ઘાટીમાં સ્થાનિક લોકોને શત્રુતાપૂર્ણ આચરણના લીધે લોકો ઘાયલ થાય છે અને સુરક્ષા દળોની આતંકવાદ રોકવાના અભિયાનો દરમિયાન હુમલો કરનારા લોકોની સાથે ‘રાષ્ટ્ર વિરોધી તત્વો’ની જેવો જ વર્તાવ કરવામાં આવશે અને તેમની સામે ‘સખ્ત કાર્યવાહી’ કરવામાં આવશે.

કાશ્મીર ઘાટીમાં બે અલગ અલગ મુઠભેડમાં એક મેજર સહીત સેનાના ચાર જવાનો શહીદ થયાના એક દિવસ પછી જનરલ રાવતનું આ નિવેદન આવ્યું હતું. મંગળવારે થયેલી મુઠભેડની ઘટનામાં ચાર આતંકવાદી પણ માર્યા ગયા હતા. પથ્થરબાજોની સામે સખ્ત કાર્યવાહી કરવાની ચેતવણીવાળા નિવેદનની કેટલાક રાજકીય પક્ષોએ ટીકા કરી હતી. કોંગ્રેસે આને ‘વધારે પડતું’, તો કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે આને દુઃખદ ગણાવ્યું હતું. જેડીયુના નેતાઓએ પણ રાવતના નિવેદનની ટીકા કરી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY