Jammu – Kashmir : બાંદીપુરામાં અથડામણમાં ૨ જવાન શહીદ, ૧ આતંકી ઠાર

0
25

જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ચાલી રહેલ અથડામણમાં બે જવાન શહીદ થઇ ગયા છે અને એક આતંકી માર્યા જવાના સમાચાર છે. સુરક્ષાબળોએ લશ્કર કમાન્ડરને અથડામણમાં ઠાર માર્યા છે. ફાયરીંગ દરમિયાન સ્થાનિક લોકોના ઘાયલ થવાના પણ સમાચાર આવી રહ્યા છે. અથડામણમાં ચાર જવાનો ઘાયલ થઇ ગયા છે. ત્યારે ફાયરીંગ દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં ઘણી જગ્યાએ પથ્થરમારો થવાના પણ સમાચાર આવ્યા છે.

સુરક્ષાબળોએ વિસ્તારને ઘેર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાબળોએ પ્રભાવિત વિસ્તારના મહોલ્લામાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારીના આધાર પર વિસ્તારને ઘેરી લીધા હતા અને તલાશ અભિયાન શરુ કર્યું હતું. તેમણે કહ્યું કે, બળ તલાશ અભિયાન ચલાવી રહ્યું હતું ત્યારે વિસ્તારમાં છુપાયેલ આતંકવાદીઓએ તેમના પર ગોળીબારી કરી જ્યારબાદ અથડામણ શરુ થઇ ગઈ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY