ISRO એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, એક સાથે ૧૦૪ ઉપગ્રહનું લોન્ચિંગ મિશન સફળ

ISRO એ આજે એક નવો રેકોર્ડ પોતાના કામે કર્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન લોન્ચિંગ સેન્ટરથી પીએસએલવી-સી૩૭ એ પોતાની ૩૯ મી ઉડાણ ભરી છે. શ્રીહરીકોટા અંતરીક્ષ કેન્દ્રથી એક સાથે ૧૦૪ ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલ્યા છે, જેમાં ૧૦૧ વિદેશી ઉપગ્રહ છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં ઉપગ્રહને છોડવા એક રેકોર્ડ બની ગયો છે.

જો કે, આ પહેલા ૨૦૧૪ માં એક સાથે ૩૭ ઉપગ્રહ છોડવાનો રશિયાનો રેકોર્ડ અને ૨૦૧૩ માં ૨૯ ઉપગ્રહ એક સાથે છોડીને અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાના રેકોર્ડને ઈસરો એક સાથે ૧૦૪ ઉપગ્રહ છોડીને પછાડી દેશે.

આ દરેક ઉપગ્રહોનો ભાર ૧૫૦૦ કિલોગ્રામ હતો. ઈસરોએ આ પહેલા પણ એક સાથે ઘણા ઉપગ્રહ છોડવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ ૨૦૧૬ માં એક સાથે ૨૦ ઉપગ્રહોને છોડવામાં આવ્યા હતા.

જો કે, પૃથ્વીથી આશરે ૫૦૦ કિમી ઉપર સન-સિંક્રોનસ કક્ષામાં આજે ઉપગ્રહો છોડ્યા છે. ઉપગ્રહોમાં ત્રણ ભારતીય, ૮૮ અમેરિકી અને બાકી ઇઝરાયલ. કાઝાખીસ્તાન, નેધરલેન્ડ્સ, સ્વીત્ઝરલૅન્ડ અને સંયુક્ત અરબ અમીરાતના છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY