Pakistan ના આતંકી હુમલાના સંદિગ્ધનો ચહેરો સામે આવ્યો, બે આતંકીએ કર્યો હતો ફિદાયીન હુમલો

blast pakistan

Pakistan ની સૂફી સંત લાલ શાહબાજ કલંદરની દરગાહ પર ગુરુવારે કરાયેલા આતંકી હુમલામાં ૧૦૦ લોકોનાં મોત થયા હતા. જો કે આ ફિદાઇન હુમલાના સંદિગ્ધનો ચહેરો સામે આવ્યો છે. જેમાં તેની જાણકારી આપનારને 10 લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બે હુમલાખોર સામેલ હોવાનું જોવા મળ્યું છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સહવાન કસ્બામાં આવેલી શાહબાજ કલંદરની દરગાહ પર ISISના ફિદાયીન હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ લોકોનાં મોત થયા છે. પાકિસ્તાનમાં લાલ સાંઈ ઝૂલેલાલ અને મસ્ત કલંદરના નામોથી પ્રખ્યાત સૂફી સંત લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર ત્રાસવાદીઓએ ગુરુવારે હુમલો કર્યો હતો.આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી છે.

આ હુમલા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારી શબ્બીર સત્તારે જણાવ્યું હતું કે આત્મધાતી હુમલાને એક વ્યક્તિએ અંજામ આપ્યો છે. જેમાં તે ભીડભાડવાળી દરગાહમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની જાતને જ વિસ્ફોટથી ઉડાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે આ હુમલા અત્યાર સુધી અંદાજે ૧૦૦ લોકો માર્યા ગયા છે અને ૨૫૦ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી શકે તેમ છે.

પાકિસ્તાનમાં છેલ્લા એક અઠવાડિયામાં આ પાંચમો આતંકી હુમલો છે. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્ફોટ દરગાહ પરિસરમાં સુફી રસ્મની ધમાલ દરમ્યાન થયો હતો. વિસ્ફોટ સમયે આ મસ્જીદમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જીલ્લા હોસ્પિટલના ડોક્ટર મોઈનુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ૭૨ લોકોના શબ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જયારે ૨૫૦ થી વધુ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેના પગલે હોસ્પિટલમાં ઈમરજન્સી ડીકલેર કરવામાં આવી છે. જો કે ઘટના સ્થળથી હોસ્પિટલ ૪૦ કિલોમીટર દુર છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ દરગાહમાં મહિલાઓ માટે અનામત રખાયેલા વિસ્તારમાં થયો હતો.જો કે અપૂરતી એમ્બ્યુલન્સના લીધે મૃતકોની સંખ્યા વધી હતી. સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે તાત્કાલિક અસરથી બચાવ કામગીરી આરંભ કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત સરકારે હૈદરાબાદ અને જમશુરુ જીલ્લાની હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી છે. લાલ શાહબાઝ કલંદર સુફી દાર્શનિક શાયર હતા.

સુફી દરગાહ પર એ સમયે હુમલો થયો જયારે પ્રથમ દિવસે પાકિસ્તાન સરકારે આતંકી તાકાત સામે કડક હાથે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

ISI’s blasts in a mosque in Sindh province of Pakistan kills 100 pilgrims

NO COMMENTS

LEAVE A REPLY