iPhone 8 માં Touch ID નાં બદલે મળશે આ નવું ફીચર!

iPhone

એપલ આગામી iPhone 8 થી હોમ બટન કોન્સેપ્ટ ખત્મ કરી શકે છે. છેલ્લા એક રીપોર્ટમાં એવી વાત સામે આવી હતી. જેનાથી સ્પષ્ટ થાય છે કે, આઈફોન ૮ માં હોમ બટનના બદલે કંઇક નવો કોન્સેપ્ટ લાવવાનો પ્રયત્ન કરશે અથવા તો તેને હટાવી દેવામાં આવશે. એપલ એનાલીસ્ટ મિંગ ચૂ નાં કહેવા મુજબ આ વખતે કંપની ‘ટચ આઈડી’ ને હટાવીને ફંકશન એરિયાનો કોન્સેપ્ટ લાવશે.

સવાલ છે કે, ટચ આઈડી હટાવીને તેનાં બદલે શું લાવવામાં આવશે. તેનો જવાબ તાજા એક રીપોર્ટમાં છે. તેના મુજબ હોમ બટનની ટચ આઈડીનાં બદલે આગામી આઈફોનમાં બાયોમેટ્રિક રેકોગ્નીશન ફીચર મળશે. મતલબ કે, પહેલા તમે ટચ આઈડી પર ફિંગરપ્રિન્ટ દ્વારા પોતાનો ફોન અનલોક કરતા હતા, પરંતુ આવનાર સમયમાં તમારા ફેસને સ્કેન કરીન એઆઇફોન અનલોક થશે.

તેને કંપની ફંકશન એરિયાનું નામ આપી શકે છે. રીપોર્ટમાં સમજાવવામાં આવ્યું છે કે, ફ્રન્ટ ફેસિંગ પાસે લેઝર સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર લગાવવામાં આવ્યું છે, જેને ફેશિયલ જેસ્ચર રેકોગ્નીશન કરી શકાશે.

ફેસ રેકોગ્નીશન સિવાય તે પણ ચર્ચા છે કે તેમાં આઈરીસ સ્કેનર પણ હશે. એટલે કે, iPhone 8 માં બે રેકોગ્નીશન સિસ્ટમ હશે. જોકે, એવા રીપોર્ટસ iPhone ૭ પહેલા પણ આવ્યા હતા, પરંતુ આ વખતે રીપોર્ટસ પર તે કારણે વિશ્વાસ કરી શકાય કારણ કે, એપલે એક પેટન્ટમાં હોમ બટનનાં કેટલાક નવા ફંકશન માટે આવેદન કર્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY