ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

0
50

1. ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

અનુષ્કા શંકર ફરી અનલકી રહી

યો યો મા અને ભારતીય તબલાવાદક સંદીપ દાસની જુગલબંધીએ Grammy Award એવોર્ડ મળ્યો છે. દાસ સર્વશ્રેષ્ઠ વિશ્વ સંગીત શ્રેણીમાં Grammy Award જીતનારાઓમાં યો યો માની સિલ્ક રોડ એનસેમ્બલના આલ્બમ ‘સિંગ મી હોમ’ નો ભાગ હતા. આ શ્રેણીમાં ભારતીય સિતારવાદક અનુષ્કા શંકરના આલ્બમ ‘લેન્ડ ઓફ ગોલ્ડ’ પણ નોમિનેટ થઈ હતી, પરંતુ એવોર્ડ મેળવવાથી ચૂકી ગઈ હતી.

2. ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

 

અનુષ્કા શંકર છઠ્ઠી વાર પોતાના વિશ્વ સંગીત નામાંકન (નોમિનેશન) ને Grammy Award માં તબદીલ કરવામાં નિષ્ફળ રહી હતી. ગત વર્ષોમાં કેટલાય નોમિનેશન પછી પણ તેની ઝોળીમાં Grammy Award આવ્યો નથી. યો યો માની ‘સિંગ મી હોમ’ની ધૂનને વિશ્વભરના વિભિન્ન કલાકારોએ તૈયાર કરી છે. આ આલ્બમમાં દી મ્યુજિક ઓફ સ્ટ્રેન્જર્સ ‘યો યો માં એન્ડ દી સિલ્ક રોડ એનસેંબલ’ નામના પ્રોજેક્ટ પર બનેલી ડોક્યુમેન્ટરીનો ભાગ છે.

3. ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

મા અને દાસ ઉપરાંત આ આલ્બમમાં અન્ય સંગીતકારમાં ન્યૂયોર્કમાં રહેનારા સીરિયાઈ શરણાઈ વાદક કીનાન અજમેહનો પણ સમાવેશ થયો છે. અજમેહ અમેરિકી રાષ્ટ્રપતિના યાત્રા પ્રતિબંધના આદેશ પછી વિદેશમાં રહેવા માટે મજબૂર હતા. જયારે એક અદાલતે આ આદેશ પર રોક લગાવ્યો હતો ત્યારે જઈને અજમેહ દેશમાં પરત આવી શક્યા હતા.

4. ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

લાલ ઝભ્ભો પહેરનાર દાસે કહ્યું કે એનસેંબલ એ એકતા અને એક-બીજાની સંસ્કૃતિના સન્માનનો પ્રભાવશાળી સંદેશો આપ્યો છે. Grammy Award મેળવ્યા પછી દાસે પત્રકારોને કહ્યું હતું કે ‘જયારે આવી ચીજો બને છે ત્યારે આપણા પર તેનો સીધો પ્રભાવ પડે છે. કારણ કે અમે વિભિન્ન દેશોમાંથી ઘણું બધું અપનાવ્યું છે. વર્તમાનમાં મને લાગે છે કે અમે વધુ સંગીત બનાવતાં રહીશું અને વધુ પ્રેમનો ફેલાવતા રહીશું.’

5. ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

અનુષ્કા (35)ને તેમના ‘આલ્બમ લેન્ડ ઓફ ગોલ્ડ’ની માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા,જે વૈશ્વિક શરણાર્થી સંકટ પર આધારિત છે. સંગીત સમારોહમાં તેઓ પોતાના પતિ અને બ્રિટીશ નિર્દેશક જો રાઈટની સાથે પહોંચી હતી.

6. ભારતીય તબલાવાદક સંદીપ દાસે જીત્યો Grammy Award

અનુષ્કા મશહૂર સિતારવાદક પંડિત રવિશંકરની પુત્રી છે. 20 વર્ષની ઉમરે તેઓ પહેલીવાર Grammy Award માટે નોમિનેટ થયા હતા. જો કે તેમના દિવંગત પિતાને નામ બે વ્યક્તિગત અને બે સાક્ષા Grammy Award છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY