GST ને 1 એપ્રિલથી લાગુ કરવાની નાણા મંત્રી અરુણ જેટલીને આશા

Hope to Soon Resolve Issues With GST Says Arun Jaitley

કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે પ્રસ્તાવિત વસ્તુ સેવા કર (GST)ને સંલગ્ન મુદ્દાઓ જો જલ્દીથી ઉકેલાય જશે તો કેન્દ્ર સરકાર હજુ પણ આ પદ્ધતિ (સિસ્ટમ)ને આગામી પહેલી એપ્રિલથી અમલી કરવા માંગે છે. તેમણે કહ્યું કે GST ને લાગુ કરવા માટે વધુમાં વધુ 16 સપ્ટેમ્બર 2017 સુધીનો સમય છે. આ નવા ટેક્સ સિસ્ટમમાં કેન્દ્ર અને રાજ્યોના મોટાભાગના પરોક્ષ (ઇનડાયરેકટ) ટેક્સ સમાપ્ત થઇ જશે. આ ટેક્સમાં કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક સેવા કર અને રાજ્યોના વેટ અને વેચાણ વેરા વગેરેનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ Vibrant Gujarat સંમેલન દરમિયાન સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું હતું કે “જીએસટીને અમલી કરવા માટેની એક પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, કારણ કે સંવિધાન સંશોધન વિધેયક પસાર થઈ ચૂક્યું છે. આ માટે સંવૈધાનિક આવશ્યકતા છે, જો કે 16 સપ્ટેમ્બર (2017)ની પહેલા લાગુ કરી દેવામાં આવશે. જીએસટી અમલી કરવા માટે સંસદમાં પારિત અને રાજ્યો દ્વારા અનુમોદિત સંવિધાન સંશોધન વિધેયક અંતર્ગત કેટલાક વર્તમાન કર (ટેક્સ)ની મર્યાદા આ વર્ષે 16 સપ્ટેમ્બર પછી સમાપ્ત થઈ જશે.

નાણા મંત્રી જેટલીએ કહ્યું કે સરકાર વેચાણ પર આ નવી કર વ્યવસ્થાને આ વર્ષના એપ્રિલથી લાગુ કરવા માંગે છે. તેમણે કહ્યું કે ‘જો દરેક મુદ્દાઓનું સમાધાન થઈ જાય તો અમે આ વર્ષે એપ્રિલથી જ અમલી કરવા માંગીએ છીએ. જીએસટીના રૂપમાં વેચાણ પર સમગ્ર દેશમાં દરેક સ્થળોએ એક જ પ્રકારનો કર લાગુ થવાથી ભારત દુનિયાનો સૌથી મોટું સમાન બજાર બનીને ઉભરી આવશે. ભારત દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જીએસટીથી વેપાર કરનારાઓને આસાની થશે.આનાથી ટેક્સ ચોરી રોકવામાં મદદ મળશે અને સરકારોની મહેસૂલમાં વધારો થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY