Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન સભામાં કરશે સિંહગર્જના

1. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...Gujarat માં પરત ફરેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ  ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન સભામાં કરશે સિંહગર્જના કરશે. આ અંગે જણાવતા પાસ સમિતિના લલિત વસોયાએ જણાવ્યું છે કે  તારીખ  ૨૧ ફેબ્રુઆરી  ને મંગળવાર ના રોજ જેતપુર તાલુકા ના દેવકી ગાલોળ ગામે હાર્દિક પટેલ ની પાટીદાર સ્વાભિમાન સભા નુ આયોજન કરેલ છે.

Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન સભામાં કરશે સિંહગર્જના

hardik patel
પાસ ની ટીમ ને પડકાર ફેંકનાર ને ગુજરાત ની પાસ ટીમ ઓપન પડકાર આપે છે કે તાકાત હોય તો આ સભા અટકાવી ને બતાવે. અમુક વ્યક્તિઓ સીધો વિરોધ કરવા ના બદલે બીજા ને હાથા બનાવી ને પોતાના મતવિસ્તાર મા હાર્દિક પટેલ ને આવતો અટકાવા ના જે પ્રયત્ન કરે છે તેને ઘર સામે જેતપુર ની સભા પછી સભા કરવા મા આવશે.

2. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

Gujarat માં પુન: પ્રવેશ બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel એ પાટણમાં રોડ શો યોજીને પાટીદાર અનામત આંદોલનને વેગ આપવાની શરુઆત કરી છે. આ પૂર્વે હાર્દિક પટેલે છેલ્લા ૧૦ દિવસમાં સૌરાષ્ટ્રના નાના શહેરો અને ગામોમાં સભા કરીને પાટીદાર સમાજની એકત્ર રહેવા અને અનામતની લડાઈમાં સાથ આપવા અપીલ કરી છે.

3. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

આ ઉપરાંત હાર્દિક પટેલએ ૧૦ દિવસમાં પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા મૃતકના પરિવારને મળી તેમને સાંત્વના આપી હતી. તેમજ માંડવીના માતૃ શ્રી કાંડમાં ન્યાય માટે પણ વડાપ્રધાન મોદીને સહી અભિયાન મારફતે માંગણી કરવાનું આયોજન કર્યું છે.

4. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

ઉલ્લેખનીય છે હાર્દિક પટેલે કહ્યું હતું કે સમાજ અને આંદોલન તોડવા માટે તમામ પ્રકાર ના આયોજન સાથે ભાજપ ના લોકો મેદાન માં ઉતારાયા છે.શામ દામ દંડ ભેદ થી સમાજ તોડવા લોકો મેદાને ઉતારાયા છે.લાગે છે ૧૪ યુવાનો ની શહીદી,માતા બહેનો પર અત્યાચાર,નિર્દોષ યુવાનો પર ખોટા કેસો અમુક લોકો ભૂલી ગયા છે. ગાંધીનગર કમલમ ખાતે સમાજ તોડવા માટે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જાગો પાટીદારો જાગો…

5. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

સમાજ ની સૌથી મોટી સંપત્તિ આપણી એકતા છે.સૌ સાથે મળી ને અનામત માટે અવાજ બુલંદ કરીયે. પાટડી તાલુકા ના માલવણ મુકામે અનામત મુદ્દે વિશાળ પાટીદાર સભા યોજાયી.હજારો પાટીદાર હાજર રહ્યા.એક જ વાત અન્યાય સામે વ્યાજ સહીત ન્યાય નો હિસાબ જોતો છે.

6. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે માલવણ ઉમા સંકુલ ખાતે દર્શનાર્થે આવ્યો હતો. ત્યાં જંગી સભાને સંબોધતા એણે સિંહ ગર્જના કરી હતી કે સાવજની ગર્જના સાંભળવા જંગલમાં નહી. પરંતુ ઝાલાવાડમાં જવુ પડે. એણે પંચાયત મંત્રીને આડે હાથ લેતા જણાવ્યું કે, જેમને પાટીદારોએ ખોબલેને ખોબલે મત આપી વિજયી બનાવ્યા એમણએ ચૂંટાયા બાદ પાટીદારો પાસે નાણા લઇ એમને નોકરી ન આપીને સમાજ સાથે દગો કર્યો છે.

7. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

પાટડી તાલુકાના ઉમાસંકુલ ખાતે પાટોત્સવમાં આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલનું ખેરવાથી માલવણ બાઇક રેલી અને ‘જય સરદાર, જય પાટીદાર’ ના ગગનભેદી નારા સાથે ભવ્ય સ્વાગત કરાયુ હતું. હાર્દિક પટેલે માં ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે સરકાર પાસે પાટીદારો માટે કોઇપણ ભોગે અનામત લેવાની છે. અને ન આપે તો ઝૂંટવી લેતા પણ પાટીદારોને આવડે છે. અને આમેય પાટીદાર સમાજની તાકાતની વિશ્વલેવલે નોંધ લેવાઇ છે.અને કોઇના બાપની તાકાત નથી કે પાટીદારની તાકાતને રોકી શકે.

8. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

હાર્દિક પટેલે પંચાયત મંત્રી જયંતિ કવાડીયાને આડે હાથ લેતા જણાવ્યું કે પાટીદારોએ ખોબલે ને ખોબલે મત આપી એમને આશા સાથે જીતાડ્યા હતા. અને ચૂંટાયા પછી એમણે પાટીદારો પાસેથી નાણા લઇને પણ એમને નોકરી ન આપી સમાજ સાથે દગો કર્યો હતો. પાટીદારા ધારાસભ્યોને અનામત આંદોલનમાં શહિદ થયેલા 14 પાટીદારોના બલિદાન માટે 45 પાટીદાર ધારાસભ્યોએ વિધાનસભામાં શોક પ્રસ્તાવ પણ પાસ નહોતો કર્યો.

9. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...


માલવણમાં મુસ્લિમોએ હાર્દિકનું સાફો પહેરાવી સ્વાગત કર્યુ હાર્દિક પટેલ બાઇક રેલી દ્વારા ખેરવાથી માલવણ પહોંચ્યો હતી. ત્યારે શેડલાના સરપંચ મોબતખાન મલેકે હાર્દિકનું સાફો પહેરાવી સ્વાગત કર્યુ હતુ. પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસખાન મલેક, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતીના ચેરમેન મીનાક્ષીબેન રાઠોડે પણ હાર્દિક પટેલનું હાર પહેરાવી સ્વાગત કર્યુ હતુ.

10. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...

સમાજ માટે અનામતમાં સાથ ના આપો તો કાંઇ નહી, પરંતુ ભાગલા ન પડાવો.એક, બે અને ત્રણ વખત માંગીશુ, પરંતુ ચોથી વખત પાડી દઇશું.રાષ્ટ્રદ્રોહથી મોટો કોઇ ગુન્હો નથી. સરકારે નાની ઉંમરે મને બધી સજા કરી દીધી.હવે તો, લાજપોર પણ હોસ્ટેલ જેવુ લાગે છે.

11. Hardik Patel ૨૧ ફેબ્રુઆરીએ જેતપુરમાં પાટીદાર સ્વાભિમાન ...


કેશુબાપા વખતે ગુજરાતનું દેવુ ૩૬૦૦૦ કરોડ હતુ. જે વધીને હાલમાં ૩ લાખ કરોડે પહોચ્યું છે. દેવુ કરીને વિકાસ તો કોઇ પણ કરી શકે.કેશુબાપાએ સમાજ માટે ખૂબ કર્યુ. આપણે કેશુબાપા માટે કશુ ન કરી શકયા. કમળનું જ્યુસ તો અમેં પણ પીધુ તુ, પરંતુ એણે નરી ખાંડ નાખીને ગળ્યું બનાવાયું હતુ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY