Gujaratમાં પણ કોલ્ડ વેવ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં બર્ફીલો પવન

Gujarat Winter

Gujarat માં ધીરે ધીરે શિયાળાની ઠંડી જામી રહી છે. જેમાં પણ છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં લધુત્તમ તાપમાન ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઠંડીની સાથોસાથ પવન પણ ફૂંકાવાની શરુઆત થઈ છે. જેના પગલે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે .

સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 5.4 ડિગ્રી નોંધાયું છે. પર્વત અને જંગલથી ઘેરાયેલા જૂનાગઢ જિલ્લામાં અને ગિરનાર તળેટીમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 8 અને ગિરનાર પર્વત પર માત્ર 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આ ઉપરાંત રાજ્યના લધુત્તમ તાપમાન પર નજર નાખીએ તો અમદાવાદમાં 10.3, વડોદરામાં 10, સુરતમાં 12.8, રાજકોટમાં 8.3, ભાવનગરમાં 11.4, પોરબંદરમાં 8, વેરાવળમાં 12.9, દ્વારકામાં 14.1, ઓખામાં 17.5, ભુજમાં 10.2, નલિયામાં 5.4, સુરેન્દ્રનગર 10.3, કંડલામાં 7.7, અમરેલીમાં 11.6, ધારીમાં 7, જૂનાગઢમાં 8, ગિરનાર પર્વત ઉપર 4, ભવનાથ તળેટીમાં 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં 8.8, મહવામાં 10.3, દીવમાં 11.7, વલસાડમાં 9.5, વલ્લભ વિદ્યાનગરમાં 12.4 અને માંડવી (કચ્છ)માં 8.5 ડિગ્રી લઘુત્તમ અને ડિસામાં 6.8, તાપમાન નોંધાયું છે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY