Gujarat માં કોંગ્રેસે વાયા Naliya સત્તા મેળવવા કવાયત હાથ ધરી

0
109
naliya rally

                                                                                        – CHANDRAKANT KANOJA

Gujarat ના કચ્છના નલિયામાં સર્જાયેલા રેપ કાંડમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓની સંડોવણીથી ભાજપ પક્ષ અને સરકાર બંને ભીંસમાં મુકાયા છે. જેનો રાજકીય લાભ લેવા માટે ગુજરાત કોંગ્રેસે પણ કમર કસી છે. જેના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયાથી કોંગ્રેસે વિવિધ સ્તરે અનેક કાર્યક્રમો દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેવા સમયે આગામી ૨૦ ફેબ્રુઆરીએ શરુ થઈ રહેલા વિધાનસભા સત્રને પણ કોંગ્રેસ તોફાની બનાવી દેશે. આ પૂર્વે ગુજરાત કોંગ્રેસ નલિયા મુદ્દાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તારીખ ૧૮ ફેબુઆરીથી નલિયાથી રેલી કાઢીને ૨૦ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં વિધાનસભા ધેરાવની રણનીતિ બનાવી છે.

ગુજરાતમાં આ વર્ષે યોજાનારા વિધાનસભા ચુંટણીના સંદર્ભે કોંગ્રેસે એક તરફ તેના તમામ નેતાઓ અને કાર્યકતાને લોકો સુધી પહોંચવા હાકલ કરી છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં એક તરફ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનને લઈને સરકારને ઘેરવાના વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસે પણ નલિયા રેપ કેસમાં ભાજપના નેતાઓની સીધી સંડોવણીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે કમર કસી છે. જેના સંદર્ભે નલિયા રેપ કેસના એપી સેન્ટર એવા નલિયાથી રેલી કાઢીને ગાંધીનગર સુધી લાવવાની રણનીતિ ધડવામાં આવી છે.

ગુજરાત કોંગેસે આ પૂર્વે વિધાનસભામાં નોટબંધીના મુદ્દાને ગૃહમાં ગજવવાની રણનીતિ બનાવી હતી. જો કે ત્યાર બાદ બહાર આવેલા નલિયા રેપ કેસ અને તેમાં પણ ભાજપના નેતાઓની સંડોવણી અને તેમની ધરપકડે કોંગ્રેસને નવું જોમ પૂરું પાડ્યું છે. કોંગ્રેસે નલિયા દુષ્કર્મ મામલામાં ભાજપના નેતાઓની સંડોવણીની વિગતો બાદ તરત જ આ મુદ્દે વિરોધ પ્રદર્શન શરુ કરી દીધાં હતા.

નલિયા રેપ કેસમાં મહિલા અત્યાચારના મુદ્દાને પ્રમુખતાથી ઉપાડતા કોંગ્રેસના વિવિધ સેલ અને જિલ્લા તથા તાલુકા સમિતિએ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસ પક્ષ વિધાનસભા ચુંટણી પૂર્વે નલિયા રેપ કેસ મુદ્દાને ગરમાવીને ભાજપ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ નલિયા રેપ કેસના મુદ્દાને સંગઠનના દરેક સ્તર સુધી પહોંચાડવામાં સફળ રહ્યું હતું.

આ સફળતાના પગલે ગુજરાત કોંગ્રેસે ભાજપના સરકારના સૂત્ર ‘બેટી બચાવો ‘ ના નારા સાથે આ રેલીની શરૂઆત કરવાનું આયોજન કર્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલિયા  થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” તા. ૨૦મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ યોજાશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નલિયા દુષ્કર્મ કાંડ શરમજનક અને કલંકિત ઘટના છે. ભાજપ સરકારના પ્રયત્નો સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાના દિશામાં આગળ વધી રહ્યાં છે. પીડીતાની એફ.આઈ.આર. માં આપવીતી વાંચીને ભલભલા દ્રવી ઉઠે તેવી છે. નલિયા દુષ્કર્મ કેસમાં ખુલી રહેલાં એક પછી એક ભાજપના નેતાઓના નામો તેમ છતાં ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. ભાજપના કચ્છ જિલ્લાના આગેવાનોની પત્રકાર પરિષદમાં ભોગ બનનાર પીડીતાની તસવીર જાહેર કરીને ભાજપના નેતાઓએ સુપ્રિમ કોર્ટના આદેશની પણ અવગણના કરી છે.

ભાજપના વરિષ્ઠ નેતા ભોગ બનનાર અને સમગ્ર સેક્સ રેકેટને સળગતુ લાકડું ગણાવીને અસંવેદનશીલતાની હદ્દ ઓળંગી નાંખી છે. નલિયા દુષ્કર્મ કેસમાં તટસ્થ તપાસ થાય તો સંત્રીથી લઈ મંત્રી સુધી રેલો પહોંચે તેમ છે. ત્યારે ‘સુરક્ષિત મહિલા-સુરક્ષિત ગુજરાત’, ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ અને ‘મહિલા સશક્તિકરણ’ ની મોટી મોટી વાતો કરનાર ખુદ ભાજપ સરકારમાં પાટણ પી.ટી.સી. કાંડ, વડોદરા, દાહોદ, રાજકોટ અને હવે નલિયા દુષ્કર્મ કેસથી ભાજપના ચાલ, ચલન અને ચરિત્ર ખુલ્લા પડી ગયા છે. નલિયા દુષ્કર્મ કેસમાં નામદાર વડી અદાલતના ન્યાયમૂર્તીની દેખરેખ હેઠળ તટસ્થ તપાસ જરૂરી છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલીયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર નારી સુરક્ષાના મુદ્દે ગંભીર જણાતી નથી. બહેન-દિકરીઓને રોજગારના નામે મજબૂરીનો લાભ ઉઠાવીને જે રીતે નલીયા દુષ્કર્મ સેક્સ રેકેટ ખુલ્લુ થયું છે તે દર્શાવે છે કે, જુદા જુદા સૂત્રોથી મહિલાઓને સુરક્ષા મળતી નથી. તેના માટે ઈચ્છાશક્તિ અને ગંભીરતા સાથે હિંમતથી પગલાં ભરવા પડે.

ગુજરાતમાં નારી સંરક્ષણ ગૃહમાં પણ જે રીતની ઘટનાઓ અવારનવાર ખુલ્લી પડી તે પણ મોટો તપાસનો વિષય છે. નલીયા દુષ્કર્મ કેસમાં જે જે આરોપીઓ પકડાયા છે તે ભાજપના પદાધિકારીઓ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનીધીઓ છે. નલીયા દુષ્કર્મ કેસમાં જે રીતે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે તે ગાંધી-સરદારના ગુજરાત માટે શરમજનક છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ-ભૂજના નલીયા થી તા. ૧૮મી ફેબ્રુઆરીને શનિવારના રોજ “બેટી બચાવો યાત્રા” નલીયાથી માલીયા, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ થઈને ગાંધીનગર ખાતે તા. ૨૦મી ફેબ્રુઆરીએ વિધાનસભાને ઘેરાવ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, નલીયા દુષ્કર્મ કાંડ દુઃખદ અને શરમજનક બાબત છે. ગુજરાતની ભાજપ સરકારના પ્રવક્તા-મંત્રીઓ સમગ્ર મુદ્દામાં ભીનું સંકેલવા માંગતા હોય તે રીતે આગળ વધી રહ્યાં છે. પીડીત મહિલાની ત્રણ પાનામાં આપવીતી એફ.આઈ.આર. જે કોઈ વાંચે તો અત્યાચારે કઈ હદ વટાવી છે, કેવી રીતે મોટા માથાઓએ હલકાઈની પરકાષ્ટા વટાવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY