Gujarat વિધાનસભાનું બજેટ સત્ર ૨૦મી ફેબ્રુઆરીએ મળશે

Gujarat Assembly Budget Session Will Be Start On 20th February

સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ ગૃહને સંબોધશે: ૨૬ દિવસ અને ૨૮ બેઠકોમાં વિવિધ કામગીરી હાથ ધરાશે: ૯ સરકારી અને ૧૨ બિનસરકારી વિધેયકો પર ચર્ચા હાથ ધરાશે

Gujarat વિધાનસભાનું બજેટ સત્ર તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૧૭ દરમિયાન યોજાશે. વર્ષ-૨૦૧૭નું પ્રથમ સત્ર હોઇ બંધારણની જોગવાઇ મુજબ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરાશે. જેના પર ત્રણ દિવસ ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધનમાં વ્યક્ત થયેલી સરકારની નીતિઓ પર પ્રસ્તાવ દ્વારા ગૃહમાં ચર્ચા કરાશે તેમ Gujarat વિધાનસભાના અધ્યક્ષ રમણ વોરાએ જણાવ્યું છે.

ગુજરાત વિધાનસભા સત્રની કામગીરીની વધુ વિગતો આપતા અધ્યક્ષ વોરાએ ઉમેર્યું હતું કે, આ સત્ર દરમિયાન સભાગૃહ કુલ ૨૬ દિવસ મળશે યોજાશે અને તેની ૨૮ બેઠકોમાં સત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સત્રમાં અત્યાર સુધી કુલ ૯ સરકારી વિધેયકોની સૂચના દાખલ કરવામાં આવી છે. જે ૯ સરકારી વિધેયકો રજૂ થનાર છે તેમાં ગુજરાત નશાબંધી વિધેયક, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ પર નિયંત્રણને લગતું વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ જેવા વિધેયકો રજૂ થશે.

આ ઉપરાંત પણ હવે પછી સરકાર અન્ય અગત્યના વિધેયકો રજૂ કરશે. તેમજ અગાઉના સત્રોમાં દાખલ થયેલાં કુલ-૧ર બિન સરકારી વિધેયકોની પણ સભાગૃહમાં વિચારણા થશે.

તેમણે ઉમેર્યું કે, આ સત્ર દરમિયાન સન-૨૦૧૭-૨૦૧૮ને લગતું અંદાજપત્ર રજૂ કરાશે. જેના પર ચાર દિવસ સામાન્ય ચર્ચાઓ તેમજ માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ ફાળવાયા છે. સાથે સાચે ચાલુ નાણાકીય વર્ષ માટે ખર્ચનું પૂરક પત્રક પણ ૨૧મી ફેબ્રુઆરીના રોજ રજૂ થશે, જેના પર બે બેઠકોમાં ચર્ચા થશે. સત્રના અંત ભાગમાં અંદાજપત્રમાં રજૂ થયેલ નાણાકીય દરખાસ્તોને કાયદાનું રૂપ આપતા વિનિયોગ વિધેયક અને નાણા વિધેયકો પણ રજૂ થશે.

આ ઉપરાંત અગત્યના તાકીદના બનાવો પર પ્રસ્તાવો, ધ્યાન દોરતી સૂચનાઓ પણ રજૂ થશે. બેઠકની શરૂઆતમાં પ્રજાના મહત્વના વિષયો પરના પ્રશ્નો માટે પ્રશ્નોત્તરી કલાકમાં ચર્ચા થશે. અત્યાર સુધીમાં છ હજારથી વધુ પ્રશ્નોની સુચનાઓ મળી છે. સત્ર દરમિયાન દર ગુરૂવારે બેઠકના છેલ્લા બે કલાક દરમિયાન બિનસરકારી સભ્યોનું કામકાજ હાથ ધરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY