Gujarat: ત્રણ જિલ્લાઓમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં એક જ દિવસમાં ૨૫૩૮૬ યુવાનોને રોજગારી મળી

0
72

કુલ ૫૦ હજારના લક્ષ્યાંક સામે ૬૬ હજાર યુવાનોને રોજગારી મળી: આજે ચોથા તબક્કામાં ભાવનગર-રાજકોટ-ગોધરામાં મેગા જોબ ફેર યોજાશે

Gujarat ના શ્રમ રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં તા. ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન મેગા જોબ ફેર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કુલ પ૦ હજાર યુવાનોને આ અભિયાન દરમિયાન રોજગારી આપવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી યોજાયેલા ત્રણ તબક્કામાં જ ૬૬૭૬૭ યુવાનોને રોજગારી પ્રાપ્ત થતાં ૧૦૦ ટકાથી વધુ સિધ્ધિ હાંસલ થઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની યુવાઓને રોજગાર પુરો પાડવાની પ્રતિબદ્ધતા રૂપે યોજાઇ રહેલા મેગા જોબ ફેરના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુરુવારે વડોદરા, ભરૂચ અને ગાંધીધામમાં આયોજિત જોબ ફેરમાં નોંધાયેલા ૩૭,૭૪૯ ઉમેદવારોમાંથી એક જ દિવસમાં ૨૫૩૮૬ને રોજગારી આપવામાં આવી છે. અત્યાર સુધીના ત્રણેય તબક્કામાં એક જ દિવસમાં રોજગારી આપવામાં આ ત્રીજો તબક્કો અગ્રેસર રહ્યો છે. આ જોબફેરમાં ૫૭૪ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુવારે વડોદરા ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૧૮૫ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જિલ્લાના ૧૬,૦૧૦ રોજગાર વાંચ્છુઓમાંથી ૧૦,૧૪૨ને રોજગારી અપાઇ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ભરૂચ ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૨૮૭ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ૧૫,૪૬૭ યુવાનોમાંથી ૧૧,૨૧૬ યુવાનોને રોજગારી અપાઇ છે. જયારે ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લાના યોજાયેલા જોબ ફેરમાં ૧૦૨ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લાના ૬૨૭૨ ઉમેદવારોમાંથી ૪૦૨૮ની પસંદગી કરવામાં આવી છે. આમ કુલ ૩૭,૭૪૯ યુવાનોમાંથી ૨૫,૩૮૬ને રોજગારી અપાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત ખાતે યોજાયેલા મેગા જોબ ફેરમાં સુરત અને તાપી તેમજ અમદાવાદ ખાતે યોજાયેલા જોબ ફેરમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના કુલ ૨૦,૯૧૨ યુવાનોને રોજગારી અપાઇ હતી.

બીજા તબક્કામાં મોરબી, વાપી, મહેસાણા અને જામનગરમાં યોજાયેલા મેગા જોબ ફેરમાં ૨૦,૪૬૯ યુવાનોને રોજગારી મળી છે. આમ, મુખ્યમંત્રીના ૫૦ હજાર યુવાનોને રોજગારી આપવાના તારીખ ૧૧થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યવ્યાપી મેગા જોબ ફેરના પ્રથમ ત્રણ તબક્કામાં કુલ ૬૬૭૬૭ યુવાનોને રોજગારી અપાઇ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તા. ૧૭મી ફેબ્રુઆરીને આજ રોજ મેગા જોબ ફેર અભિયાનના ચોથા અને અંતિમ તબક્કામાં રાજકોટ, ભાવનગર અને ગોધરામાં મેગા જોબ ફેર યોજાવાના છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY