સરકારે તૈયાર કરી Digital Village ની બ્લૂપ્રિન્ટ, ફ્રી વાઈ-ફાઈ સુધીની મળશે સર્વિસ

Digital Village

મોદી સરકાર ગ્રામીણ વિસ્તારમાં Digital Village નાં કોન્સેપ્ટને જલ્દી જ પૂરો કરવાની તૈયારીમાં છે. તેના માટે સરકાર એક પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહી છે. જેના આધારે દેશભરમાં ડીજીટલ ગામડા બનાવવામાં આવશે. તેના માટે પૂરા પ્લાનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી ચુકી છે. ૧ ફેબ્રુઆરીએ બજેટમાં નાણાંમંત્રીઅરુણ જેટલીએ ડીજીટલ ગામડાને લોન્ચ કરવાની વાત કરી હતી.

શું છે પ્લાન?

મીનીસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને મળેલી જાણકરી મુજબ ડીજીટલ ગામનાં પ્લાનને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે.

– પ્રથમ તબક્કામાં દેશનાં ૩૦ રાજ્યો જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ પણ સામેલ છે, તેમાં ૩ વર્ષ સુધી પાયલટ પ્રોજેક્ટનાં રૂપમાં ચલાવામાં આવશે.

– બીજા તબક્કામાં પાયલટ પ્રોજેક્ટના ફીડબેકનાં આધારે સંપૂર્ણ દેશનાં ગ્રામીણ વિસ્તારો માટે પ્લાન બનાવવામાં આવશે.

કઈ સુવિધાઓ મળશે?

મીનીસ્ટ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન અનુસાર ડીજીટલ ગામ હેઠળ એજ્યુકેશન, હોસ્પિટલ, ઈન્ટરનેટ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

-> ટેલીમેડિસીન સર્વિસ – પ્લાન હેઠળ દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં ટેલીમેડિસીન દ્વારા દેશના મુખ્ય ડોક્ટર્સ વગેરેને લીંક કરીને હેલ્થ સર્વિસીસ પહોંચાડવી.

-> ફ્રી વાઈ-ફાઈ હોટસ્પોટ – ગામડાનાં મુખ્ય વિસ્તારોમાં ફ્રી વાઈ-ફાઈ હોટસ્પોટ.

-> કોમન એરિયામાં LED લાઈટિંગ નેટવર્ક.

-> સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર ખોલવું.

ભારતનેટ પ્રોજેક્ટને ૧૦ હજાર કરોડ રૂપિયા

વર્ષ ૨૦૧૭-૧૮ નાં બજેટમાં ગ્રામીણ વિસ્તારો સુધી ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કની જાળ પાથરવા માટે ભારતનેટ પ્રોજેક્ટ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ગયા વર્ષના મુકાબલે લગભગ ૩૩ ટકા વધારે છે. સરકારનાં ભારતનેટ પ્રોજેક્ટ દ્વારા ૨.૫ લાખ ગ્રામ પંચાયતોએ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવાનું રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY