સાવધાન ! Whatsapp અને Facebook ની લત તમારા આ અંગને કરી દેશે નકામા

Facebook WhatsApp

સોશિયલ મીડિયાના આદિ બની ચુકેલા અને Whatsapp અને ફેસબુકનો મહત્તમ ઉપયોગ કરતા યુવાનો માટે દુઃખદ સમાચાર છે. જેમાં એક સંશોધનમાં જણાવ્યા અનુસાર આંગળીનો વધારે ઉપયોગ કાંડા અને આંગળીમાં દર્દ પેદા કરી શકે છે. અને આર્થરાઈટીસ સહિત આરએસઆઈ જેવા હાડકાના ગંભીર રોગનો શિકાર પણ બની શકે છે.

આ અંગે સીનીયર ઓર્થોપેડીક ડોકટર રાજુ વૈશ્યએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી યુવાનોમાં ફેસબુક અને વોટ્સએપની આદત વધી રહી છે. જેમાં પણ ફેસબુક અને વોટ્સએપ પર ચેટીંગ માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમજ સતત ચેટીંગ અને મેસેજિંગ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. જેના કારણે આંગળીઓ અને કાંડામાં દુખાવાની ફરિયાદ પણ વ્યાપક બની છે. તેમજ આ પ્રકારના દર્દના લીધે લાંબા ગાળે રીપેટીટીવ સ્ટ્રેસ ઇન્યુરીઝ જેવા રોગ પેદા થાય છે. જેના લીધે સાંધા અને સ્નાયુમાં સોજાની સમસ્યા વધે છે.

આ અંગે ઇન્સ્ટીટયુટ ઓફ બોન એન્ડ જોઈન્ટ ના સીનીયર ઓર્થોપેડીક સર્જન ડો. અશ્વિની માંઈચંદ જણાવે છે કે જે લોકો ટચ સ્ક્રીન અને ટેબ્લેટનો વંદુ ઉપયોગ કરે છે જેમાં ગેમ અને ચેટીંગ કરે છે. તેમના કાંડા અને આંગળીઓમાં દુખાવાની ફરિયાદ વ્યાપક છે. જેના લીધે લાંબા ગાળે આંગળીઓનો આર્થરાઈટીસ થાય છે. પરંતુ હાલની લાઈફ સ્ટાઈલ પ્રમાણે આ સમસ્યા યુવાનોના ઝડપથી વધી રહી છે જે ચિંતાજનક છે.

NO COMMENTS

LEAVE A REPLY