આ છે ભારતના નયનરમ્ય Beach, જેના દિવાના છે વિદેશી!

0
466

ભારત હંમેશા પ્રવાસીઓ માટે એક આદર્શ તરીકે રહ્યું છે. સમુદ્રનો કિનારો હોય, શાંત અને રમણીય વાતાવરણ હોય આવી જગ્યાએ ફરવા જવાનું કોને પસંદ ના પડે. ભારતમાં એવા ઘણાં સુંદર બીચ છે જે ખુબ જ સુંદર અને શાંત છે. તો જુઓ….. ભારતના સૌથી નયનરમ્ય Beach…

1. કોવલમ બીચ, કેરળ


કોવલમ મલબાર તટ બીચ સાથે, લાંબી સફેદ રેતાળ સમુદ્રતટ ચાલે છે. કેરળ સૌથી લોકપ્રિય સ્થળ રહ્યું છે. કેરળની રાજધાની તિરુવનતંપુરમ પાસે સમુદ્રના તટ પર સ્થિત એક જાણીતુ શહેર છે. આ શહેર શક્તિશાળી અરબ સાગરનો સામનો કરી રહ્યું છે. આ સમુદ્ર તટ તિરુવનંતપુરમના મુખ્ય શહેરથી વધુ દૂર નથી. શહેરના કેન્દ્રથી તમને આ સુરમ્ય અન મનોહરી સમુદ્ર તટ સુધી પહોંચવા માટે ૧૬ કિમીનું અંતર નક્કી કરવું પડે છે. કોવલમ મલાયમ ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, જેનો અર્થ છે કે નારિયેળના ઝાડોનું ઝાડ-ઝંખાડની જેમ ઉગવું. આ નામ આ શહેર માટે ઘણુ જ ઉપયુક્ત છે કારણ કે આ નારિયેળના ઝાડોના નાના-નાના જંગલો ઘણા જોવા મળે છે. જેમ કાશ્મિરને ધરતીનુ સ્વર્ગ કહેવામાં આવે છે, તેવી જ રીતે કોવલમને પણ દક્ષિણનું સ્વર્ગના રૂપમાં ગણવામાં આવે છે.

2. પાલોલેમ બીચ, ગોવા


પાલોલેમ બીચ પર કિનારે આવેલી રેસ્ટોરાંમાં આરામથી બેસીને પર્યટકો આ નજારાની મજા માણી શકે છે. આ એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન પણ છે. જ્યાં તમને તમારાં પાર્ટનર સાથે વિતાવેલો દરેક સમય જીવનભર યાદ રહેશે. માત્ર એટલું જ નહીં, અહીં લેવામાં આવેલી તસવીરો તમે તમારાં ઘરમાં પણ સજાવી શકો છો.

3. બાગા બીચ, ગોવા

Baga Beach

આ બીચ ખૂબ જ સ્વસ્છ છે, ઉપરાંત એડવેન્ચર માટે વોટર સ્પોર્ટ્સ પણ ઉપલબ્ધ છે. તે માટે તમારે થોડાં પૈસા ખર્ચ કરવા પડશે. અહીં તમે જેટ-સ્કી, પેરાસેલિંગ અને બનાના બોટની પણ મજા ઉઠાવી શકો છો. અહીંનું પારંપરિક ફૂડ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો રોમાન્સની સાથે સાથે તમારે થોડું એડવેન્ચર જોઇએ છે, તો તમે બાગા બીચ પસંદ કરી શકો છો.અહીંની ભીડ, યુવાન સાથે સંગીત ઉન્મત્ત, ગતિશીલ અને ખુશખુશાલ વાતાવરણ હોય છે.

4. રાધાનગર બીચ, આંદામાન અને નિકોબાર ટાપુ


રાધાનગર બીચને ટાઈમ્સ મેગેઝિને “એશિયાનું શ્રેષ્ઠ બીચ “એવોર્ડ થી નવાજ્યું છે.આ બીચવિદેશીઓના પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ બીચ એશિયાનો સૌથી લાંબો અને પ્રખ્યાત બીચછે. તેની પહોળાઇ લગભગ 30થી 40 મીટર છે. નેચર લવર્સ એકવાર તો આ બીચની મુલાકાત ચોક્કસથી લે છે. કદાચ એટલા માટે જ અહીં કપલ્સ હનીમૂન સેલિબ્રેટ કરવા માટે પણ આવે છે.

5. વરકાલા બીચ, કેરળ


અહીં ટૂરિસ્ટ્સ સ્વિમિંગ અને સનબાથ માટે આવે છે. આ બીચથી હિંદ મહાસાગરનો વિસ્તાર જોઇ શકાય છે. તેને પાપનાશમ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીચ કેરળમાં તિરુઅનંતપુરમથી નોર્થ એક કલાકની ડ્રાઇવના અંતરે આવેલો છે. અહીં ડૂબતા સૂર્યનો નજારો પણ સુંદર હોય છે.

6. તર્કલી બીચ, માલવન


આ બીચ મહારાષ્ટ્રમાં સ્થિત છે, જે પણ ટૂરિસ્ટ્સ મહારાષ્ટ્ર આવે છે, તેઓ આ બીચની ચોક્કસથી મુલાકાત લે છે. કપલ્સ અહીં હનીમૂન માટે પણ આવે છે. પર્યટકોને માલવન ફૂડ પણ પસંદ આવે છે. આ સિવાય અહીં તમે વોટરસ્પોર્ટ્સ અને સ્કૂબા ડાઇવિંગની પણ મજા માણી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY