તમે પણ બનાવો … એકદમ સોફ્ટ ડિફરન્ટ કોફતા

0
722

1. મલાઈ કોફતા

સામગ્રી:
૨૫૦ ગ્રામ બટાકા
૧ ટી સ્પુન વાટેલા લીલા મરચા
૧ ટેબલ સ્પુન કોર્ન ફ્લોર
૧ ટેબલ સ્પુન આરાલોટ (તપકીરનો લોટ)
૧૦૦ ગ્રામ પનીર
૧૫ નંગ બદામ
૧૫ નંગ પીસ્તા
કેસર જરૂર મુજબ
તેલ પ્રમાણસર
૨ કપ વાઈટ ગ્રેવી
૨ ટેબલ સ્પુન મલાઈ અથવા માવો
૨ થી ૩ ટેબલ સ્પુન ક્રીમ
મીઠું પ્રમાણસર

રીત : બટાકા બાફી તેમાં મીઠું, લીલા મરચા, થોડોક કોર્નફલોર, આરાલોટ કે ટોસ્ટનો ભૂકો નાખવા. પનીરને છીણી, મસળીને લીસું કતા પીરસતી વખતે જ મુકવા. તેના પર ક્રીમ ૨ થી ૩ ટી સ્પુન નાખી પીરસવું. બટાકાના માવામાં પનીરની પેસ્ટ મૂકી, ગોળ વાળી, ગરમ તેલમાં તળી લેવું. વાઈટ ગ્રેવીમાં માવો અથવા મલાઈ (વધારે) નાખવી. કોફતા પીરસતી વખતે જ મુકવા. તેના પર ક્રીમ ૨ થી ૩ ટી સ્પુન નાખી ગર્નીશ કરવું.

2. પનીર કોફ્તા

સામગ્રી :
કોફ્તા બનાવવા માટે :
છીણેલું પનીર – ૧૦૦ ગ્રામ
બાફેલા બટાકાનો માવો – ૩ કપ
છીણેલું નાળિયેર – ૧/૨ કપ
આદું-મરચાંની પેસ્ટ – ૧ ટીસ્પૂન
કાજુનો અધકચરો ભૂકો – ૧/૪ કપ
ધોઈને સારી રીતે સાફ કરેલી કોથમીર – ગાર્નિશિંગ માટે

ગ્રેવી બનાવવા માટે :

ટામેટાં – ૪થી ૫ નંગ
ડુંગળી – ૨ નંગ
લસણની પેસ્ટ – ૨ ટીસ્પૂન
બાફેલાં ગાજર – ૨ નંગ
દહીં – ૧ કપ
ગરમ મસાલો – ૧ ચમચી
વાટેલાં આદું-મરચાં – ૪ ચમચી
લાલ મરચું – ૨ ચમચી
તેલ – ૪ ચમચી
હળદર – ૧ ચમચી

રીત : બાફેલા બટાકાના માવામાં મીઠું ઉમેરો. પનીરમાં કોફ્તાની બધી જ સામગ્રી મિક્સ કરી પૂરણ તૈયાર કરો. બટાકાના માવામાંથી નાની પૂરી કરી તેમાં પનીરવાળું પૂરણ ભરી નાના કોફતા વાળવા. તવામાં તેલ મૂકી કોફ્તાને બ્રાઉન રંગના શેકી દો. ગ્રેવીની સામગ્રી મિક્સ કરી ગ્રેવી બનાવી લેવી. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગ્રેવીની સામગ્રી વઘારવી દો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચું ઉમેરી થોડું પાણી નાખી ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ ઉકાળવી દો. ત્યારપછી તવામાં ડીપ ફ્રાય કરેલા કોફતા ઉમેરી ૨થી ૩ મિનિટ રાખો. પનીર કોફતા તૈયાર છે. કોથમીરથી ગાર્નિશિંગ કરી ગરમ ગરમ નાન સાથે સર્વ કરો.

3. શાહી પાલક કોફતા

સામગ્રી :
પાલકની પેસ્ટ
પનીર – ૨૦૦ ગ્રામ
કોફતા-બેસન – ૧૦૦ ગ્રામ
ઈલાયચી – ૧ ચમચી
મરી અને મીઠું સ્વાદ અનુસાર
ગ્રેવી
બટર – ૧૦૦ ગ્રામ
ટામેટાની પ્યુરી
મધ – ૫૦ ગ્રામ
ક્રીમ – ૧૦૦ ગ્રામ
કસૂરી મેથી – ૧૦ ગ્રામ
માવો – ૫૦ ગ્રામ

રીત : એક મોટા પેનમાં ઘી નાખો. ઘી ગરમ થવા પર તેમાં પાલકની પેસ્ટ નાખો. તેને ધીમી આંચ પર સારી રીતે શેકી લો. ત્યારબાદ એક સ્વચ્છ વાસણમાં તેને નાખી ઠંડુ કરો.હવે પનીરને મેશ કરી તેમાં મીઠું અને ઈલાયચી પાવડર મિક્સ કરો. આ પનીરની રાઉન્ડશેપમાં ગોળી બનાવી લો. પાલક પેસ્ટમાં પનીરની ગોળીઓ સ્ટફ કરો. તેને ગરમ તેલમાં ફ્રાય કરી અલગ રાખો. હવે એક પેનમાં ગ્રેવી નાખો. તેમાં થોડું બટર નાખી ગરમ થવા પર ટામેટાની પ્યુરી નાખો અને ધીમી આંચ પર ૩૦ મિનિટ સુધી રાંધો. હવે તેમાં માખણ, ક્રીમ, મધ અને માવો નાખો. ૧૦ મિનિટ સુધી તેને રાંધો, ત્યારબાદ તેને અન્ય પેનમાં લઈ લો. હવે ગેસ પર મૂકો અને કસૂરી મેથીનો પાવડર બનાવી ગ્રેવીમાં નાખો. આ ગ્રેવીને કોફતા પર નાખો અને કોફતા બે ભાગમાં કાપો. ગ્રેવીને ક્રીમથી ગાર્નીસ કરી સર્વ કરો.

4. સાબુદાણા મલાઈ કોફતા

કોફતા બનવવા માટેની સામગ્રી :
૨૫૦ ગ્રામ સાબુદાણા (પલાળેલા)
૨૫૦ ગ્રામ પનીર
૩ ચમચી શિંગોડાનો લોટ
૩-૪ લીલા મરચા સમારેલા
૧ ચમચી ઘાણા પાવડર
સ્વાદ અનુસાર મીઠું
૧/૪ ચમચી મરચું પાવડર

કરીનો મસાલો :
૪ મોટા ટામેટા ક્રશ કરેલા
૪ ચમચી ઘી
દોઢ ચમચી મરચું પાવડર
૨ ચમચી નાળિયેર ક્રશ કરેલું
૨ ચમચી ખસખસ બીજ
૧ ચમચી આદુ ક્રશ કરેલું
૧/૩ કપ દહીં
૧૦૦ ગ્રામ મલાઈ અને તાજી ક્રીમ

રીત : કોફતા બનાવવા બધી સામગ્રી એક સાથે મિક્સ કરી તેના નાના-નાના બોલ બનાવીને મધ્યમ આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એક ફ્રાયપેનમાં ઘી ગરમ કરી તેમાં આદુ નાખો. હવે દહીં અને ક્રીમ સિવાય કરીની બધી સામગ્રી એકસાથે નાખી તેને હલાવો. હવે તેને ઢાંકીને રાખો જ્યાં સુધી તેલ છુટું ના પડે. હવે તેમાં દહીં ઉમેરો. કોફતા અને ક્રીમ નાખીને હલાવો અને ગેસ બંધ કરી લો. લીલી કોથમીર નાખી તેને ગરમાગરમ સર્વ કરો.

5. દુધીના કોફતા વિથ કાજુ કરી

સામગ્રી :
દૂધી ૫૦૦ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ
કાજૂના ટુકડા ૨ ચમચા, કાજૂની પૅસ્ટ ૧ ચમચો
કીસમીસ ૧ ચમચો, ડૂંગળીનું છીણ ૧ ચમચી
વાટેલું લસણ ૪ કળી, વાટેલું આદુ ૨ ચમચી
ટમેટા ૪૦૦ ગ્રામ (છીણેલા), ચણાનો લોટ ૧૦૦ ગ્રામ
ક્રીમ ૧૦૦ ગ્રામ, લીલા મરચાં ૪ નંગ
ગરમ મસાલો ૧ ચમચી, મગજતરીના બીજ ૧૦ ગ્રામ
મીઠું, મરચા પાવડર, તેલ, ધાણાજીરુ, હળદર પ્રમાણસર

રીત : ચણાના લોટમાં મીઠું, હળદર, મરચાં અને પાણી નાખીને ખીરૂ બનાવો. પનીર મસળીને તેમાં મીઠું, લીલા મરચાના ટુકડા અને કીસમીસ નાખી પુરણ બનાવો. દૂધીની છાલ ઉતારીને છીણી લો, તેને નીચોવીને પાણી કાઢીને બાજુ પર રાખો (આ પાણી ગ્રેવી બનાવતી વખતે તેમાં ઉમેરી દેવું). હવે આ છીણમાં મીઠું, ડૂંગળીનું છીણ, મરચાની પૅસ્ટ નાખીને મીક્સ કરી લો. દૂધીના પુરણમાંથી નાના ગોળા બનાવી, તેની વચ્ચે પનીરનું પુરણ મૂકીને તેને લંબગોળ આકારમાં વાળી લો. હવે આ બધા કોફતાને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો. મગજતરી, ડૂંગળી, લસણ અને આદુ મરચાની પૅસ્ટ બનાવો. એક વાસણમાં ઘી અથવા તેલ મૂકીને આ પૅસ્ટ સાંતળી લો, તેમાં કાજૂના નાના ટૂકડા કરીને નાંખો અને છેલ્લે ગરમ મસાલો નાંખી હલાવો.

હવે આ ગ્રેવીમાં છીણેલા ટમેટા, કાજૂની પૅસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરૂ ઉમેરો. ગ્રેવી બરાબર ઘટ્ટ થઈ જાય પછી તેને નીચે ઉતારી લો. એક સર્વિંગ બાઉલમાં કોફતા મૂકી, તેના પર તૈયાર થયેલી ગ્રેવી પાથરો, ઉપરથી ફ્રેશ ક્રીમ, કાજૂના થોડા ટૂકડા અને કોથમીર નાખીને સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY