ડિફરન્ટ કબાબ Recipe

1. રાઈસ કબાબ

સામગ્રી :
૧,૧/૨ કપ બાફેલા ચોખા
૧/૨ કપ બાફેલી ચણાની દાળ
૧ નંગ ડુંગળી
૧/૪ કપ બેસન
૨ લીલા મરચા
૧/૪ કપ કોથમીર
૧ ચમચી આદુ લસણની પેસ્ટ
૧/૨ ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ અનુસાર

રીત : કોથમીર અને બેસન સિવાય બધી સામગ્રી ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લો. એક બાઉલમાં આ મિશ્રણ લો. આ મિશ્રણમાં કોથમીર અને બેસન મિક્સ કરો અને તેને મનગમતા આકારનો કબાબ બનાવો. ગરમ તવા પર તેને ફ્રાય કરી ચટણી સાથે સર્વ કરો.

2. રાજમા કબાબ

સામગ્રી :
રાજમા – ૨૫૦ ગ્રામ
ટામેટા – ૧ નંગ, મધ્યમ સાઈઝ, ઝીણું સમારેલું
ડુંગળી – ૧ નંગ, મધ્યમ સાઈઝ, ઝીણી સમારેલી
લીલા મરચા – બારીક સમારેલ
મગફળી – ૧/૨ કપ
કોથમીર – ૧ નંગ સમારેલ
લીંબુનો રસ – ૧/૨ પીસ
મરચું પાવડર – ૧/૨ ચમચી
ધાણા પાવડર – ૧ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
બેસન – ૧ ચમચી
તેલ અથવા ઘી ફ્રાય કરવા માટે

રીત : રાજમાને આખી રાત પલાળી બાફીને ક્રશ કરી લો. હવે રાજમાને ગ્રાઈન્ડરમાં નાખી દાણાદાર ક્રશ કરી લો. હવે ક્રશ કરેલા રાજમાની સાથે સમારેલી ડુંગળી, લીલ મરચા, ટામેટા, મરચું પાવડર, ધાણા પાવડર, લીંબુનો રસ, મગફળી અને મીઠું મિક્સ કરો. ત્યારબાદ તેમાં બેસન નાખી મિક્સ કરો. આ મિશ્રણને હાથ વડે મિક્સ કરો અને મિશ્રણને ચપટો આકાર આપો.

3. દહીં કબાબ

સામગ્રી :
૫૦૦ ગ્રામ પનીરનું છીણ
૪૦૦ ગ્રામ વલોવેલું દહીં
૨ નંગ સમારેલી ડુંગળી
૧ ટેબલ સ્પૂન મરચું
૧/૨ ટી સ્પૂન એલચીનો પાઉડર
૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
૨-૩ નંગ સમારેલા લીલા મરચાં
૨ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
૨ ટેબલ સ્પૂન ચણાનો લોટ
એક ચપટી જાવંત્રીનો પાઉડર
મીઠું સ્વાદાનુસાર
તળવા માટે તેલ

રીત : સૌ પ્રથમ ચણાના લોટ સિવાયની બધી સામગ્રી એક બાઉલમાં મિકસ કરો. તે પછી તેમાં ચણાનો લોટ ભેળવીને બે મિનિટ રહેવા દો. આ મિશ્રણમાંથી લગભગ વીસ જેટલા ગોળા બનાવો. તે પછી તેને હથેળીથી દબાવીને કબાબ જેવો શેપ આપો. આને દસ મિનિટ માટે ફ્રિઝમાં રહેવા દો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ દહીં કબાબને બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તમે ઇચ્છો તો આને કટલેસની માફક તેલ મૂકીને સાંતળી પણ શકો. આ દહીં કબાબને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

4. હરાભરા કબાબ

સામગ્રી :
૨ બટાટા
૧ કપ વટાણા
૨ લીલા મરચા
૧ ટીસ્પૂન જીરુ
૧/૪ ટીસ્પૂન મરી પાવડર
૧/૨ ટીસ્પૂન મીઠું
એક ટુકડો, આદુ
લીલા ધાણા
તેલ, તળવા માટે

રીત : સૌ પ્રથમ બટાટાને બાફીને તેની છાલ ઉતાર્યા બાદ તેને સ્મેસ કરી લો. વટાણાને બાફીને પાણી નિતારી લો. આદુ અને લીલા મરચાની પેસ્ટ બનાવી લો. લીલા ધાણાને ઝીણા સમારી લો. હવે એક પેનમાં ૧ ટેબલસ્પૂન તેલ લો અને તેમાં જીરુ શેકો. હવે તેમાં વટાણા, આદુ-મરચાની પેસ્ટ, લીલા ધાણા, મીઠું અને મરી પાવડર ઉમેરીને સાંતળો. બધી વસ્તુને બરાબર મિક્સ કરો અને ગેસ પરથી ઉતારી લો. આ મિશ્રણને મેસ કરેલા બટાટા સાથે મિક્સ કરી લો અને તેમાંથી લાબાં આકારના કબાબ બનાવી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બધા કબાબને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ હરાભરા કબાબ ઠંડી ઠંડી ફૂદિના ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY