નાસ્તા માટે ઘરે બનાવો આ ડિફરન્ટ કટલેસ

0
554

1. મેગી કટલેસ

સામગ્રી :
૨ પેકેટ મેગી
૧ કપ સમારેલ ગાજર, કોબી, મરચું
૨ બટાકા, બાફેલા
૨ ચમચી પાલક, સમારેલ
૧ ચમચી લસણની પેસ્ટ
૧ પેકેટ મેગી મસાલો
૧/૪ ચમચી હળદર પાવડર
૧/૨ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી ચાટ મસાલો
૧/૨ ચમચી આમચૂર
મીઠું સ્વાદ અનુસાર
૧ કપ તેલ

રીત : મેગીને એક પેનમાં તેલ નાખી બાફી લો. ધ્યાન રાખો તેમાં મેગી મસાલો નાખવાનો નથી. હવે એક બાઉલમાં બાફેલા બટાકા મેશ કરી તેમાં ડુંગળી, લસણની પેસ્ટ, લીલા મરચા, મેગી મસાલો અને સૂકા મસાલા મિક્સ કરી કરી લો. હવે આ મિશ્રણમાં બાફેલી મેગી અને બારીક સમારેક ગાજર, કોબીજ, પાલક અને શિમલા મરચું નાખી હળવા હાથે મિક્સ કરો જેથી મેગી તૂટે નહિ. તૈયાર મિશ્રણમાંથી કટલેટ બનાવી લો અને ધ્યાન રાખો કે કટલેટ વધારે મોટી થાય નહિ. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં કટલેટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

2. કાચા કેળાની કટલેસ

સામગ્રી :
• કાચા કેળા ૨ નંગ
• બટાકા ૧ નંગ
• લીલા મરચા ૨ નંગ
• લીલા ધાણા ૧/૨ કપ
• કાળા મરી અને મીઠુ
• લાલ મરચું ૧/૨ ચમચી
• આમચૂર ૧/૨ ચમચી
• ચાટ મસાલા ૧/૨ ચમચી
• તેલ તળવા માટે

રીત : કેળા અને બટાકાને બાકીને છોલી લો અને તેને સારી રીતે મેશ કરો. તેમા લીલા મરચા, લીલા ધાના, મીઠુ, કાળા મરીનો પાવડર આમચૂર, ચાટ મસાલા મિક્સ કરો. આ મિશ્રણના નાના બોલ બનાવી થોડાક દબાવી કટલેસટ બનાવી લો. પેનમાં તેલ નાખો અને ધીમા તાપ પર મુકો, તેમા કટલેટ નાખો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં તળો. સ્વાદિષ્ટ કટલેટ નારિયળની ચટણી સાથે સર્વ કરો.

3. કોબી કટલેસ

સામગ્રી :
૧૦૦ ગ્રામ મિક્ષ કઠોળ
૧ ટી સ્પૂન ચાટ મસાલો
૧ ટી સ્પૂન ધાણા પાવડર
૧ ટી સ્પૂન જીરૂં પાવડર
૧/૪ કપ કોબીનું છીણ
૧/૪ કપ ગાજરનું છીણ
૧ નંગ ડુંગળી સમારેલી
૨ નંગ લીલા મરચાં સમારેલા
૧/૨ ઈંચનો નાનો ટુકડો આદુંનો
૧ ટી સ્પૂન લીંબુનો રસ
૧/૨ કપ બ્રેડ ક્રમ્સ
૪ નંગ મધ્યમ કદના બટાટા બાફીને છૂંદો કરેલા
તેલ તળવા માટે
મીઠું સ્વાદાનુસાર

રીત : સૌપ્રથમ મિક્ષ કઠોળને બાફી લો. જ્યારે તે ઠંડા થાય ત્યારે તેમને છૂંદો કરી લો. હવે તેમાં ચાટ મસાલો, ધાણા પાવડર, જીરૂં પાવડર, કોબી, ગાજર, ડુંગળી, લીલા મરચાં, આદું, લીંબુનો રસ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે બાફેલા બટાટાના છૂંદામાં થોડું મીઠું અને બ્રેડ ક્રમ્સ નાખીને બરાબર મિક્ષ કરી લો. તેના નાના ગોળા બનાવી લો. દરેક ગોળામાં હાથ વડે હોલ કરીને તેમાં કોબીવાળું મિશ્રણ ભરો. ફરીથી તેનો બોલ વાળી લો. હવે તેને ધીમેથી દબાવીને કટલેસનો આકાર આપો. આ રીતે જ બધી કટલેસ તૈયાર કરો. એક નોન સ્ટિક પેનમાં બધી જ કટલેસને સેલો ફ્રાય કરી લો. સ્વાદિષ્ટ કટલેસને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

4. પૌંઆ-વટાણાની કટલેસ

સામગ્રી :
૨ બાફેલાં બટાકાં
૧ કપ પૌંઆ
૧/૪ કપ બાફેલા વટાણા
૧ ૧/૨ ચમચી મીઠું
૧ ચમચી લાલ મરચું
૩-૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં
૧/૪ કપ કોથમીર ઝીણી સમારેલી
તળવા માટે તેલ

રીત : સૌ પ્રથમ પૌંઆને પલાળી મસળી લો. ત્યાર પછી બાકીની બધી સામગ્રી તેમાં ભેળવીને કટલેટનો આકાર આપો. હવે તેને ગરમ તેલમાં સોનેરી રંગે તળો.

5. વેજિટેબલ કટલેસ

સામગ્રી :
૧૦૦ ગ્રામ લીલા વટાણા
૧૦૦ ગ્રામ ગાજર
૩૦૦ ગ્રામ બટાટા
૧૦૦ ગ્રામ ફણસી
૧૦૦ ગ્રામ ફૂલગોબી
૧ મોટી ડુંગળી
૧ ચમચી જીરૂ
બ્રેડનો ભૂકો
ફૂદીનો અને ટામેટાં.
આદુ, મરચાં, તેલ, લીંબુ, મીઠું, કોથમીર જરૂરિયાત પ્રમાણે.

રીત : સૌ પ્રથમ બટાકાને બાફી, છાલ કાઢી માવો બનાવો. પછી બધા શાકને બાફીને માવો કરો. હવે બધું ભેગું કરી તેમાં બ્રેડનો ભૂકો નાખો. બધું હલાવી પૂરણ કરો. તેના નાના ગોળા કરીને કટલેસનો આકાર આપો અને પછી તેને બંને બાજુ તેલ વડે તવા પર શેકી લો. હવે બે કટલેસ વચ્ચે કાંદા ને ટામેટાની સ્લાઈસ મૂકી ઉપયોગ કરો. વેફર, સલાડ અને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY