Delhi સિરિયલ Blast: ૬૨ વ્યક્તિના હત્યારો તારિક અહમદ ડાર દોષિત, બે આરોપી નિર્દોષ

Delhi Serial Blasts-2005, Patiala House Court Convict Tariq Aahmad Dar

દેશની રાજધાની Delhi માં ૧૨ વર્ષ પહેલા થયેલા સિરિયલ Blast ના કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓને મુક્ત કરીને તારિક અહમદ ડારને દોષિત ઠરાવ્યો છે. તારિકને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે તારિક અગાઉ જ ૧૩ વર્ષની સજા ભોગવી ચુક્યો છે. ૨૦૦૫માં દિવાળીના એક દિવસ પહેલા થયેલા આ ધડાકાઓમાં ૬૨ વ્યક્તિના મોત નીપજ્ય હતા, જયારે ૨૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ ધડાકાઓની પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનો હાથ હતો.

૨૯ ઓકટોબર ૨૦૦૫ના દીસે દિલ્હીને હચમચાવી દેનારા આ Blast ના મામલામાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના ઓપરેટિવ તારિક અહમદ ડાર, મોહમ્મદ હુસૈન ફાજિલ અને મોહમ્મદ રફીક શાહને મુખ્ય આરોપી બનાવાયા હતા. માનવામાં આવી રહ્યું હતું કે આ બોમ્બ બ્લાસ્ટની ઘટનાનો માસ્ટર માઈન્ડ તારિક જ હતો.

કોર્ટે આ મામલામાં ત્રણ આરોપીઓ પર દેશની સામે યુદ્ધ છેડવાનો, અપરાધિક ષડયંત્ર રચવા, હત્યા, હત્યાનો પ્રયાસ અને હથિયાર મેળવવાનો આરોપ નક્કી કરાયા હતા. દિલ્હી પોલીસે તારિકની વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પહાડગંજમાં ૯ વ્યક્તિના મોત નીપજ્ય હતા, જયારે ૬૦ લોકો ઘાયલ થયા હતા. જયારે ગોવિંદપુરીમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. ભીડભાડવાળા સરોજિની નગરમાં બ્લાસ્ટના કારણે ૫૦ લોકોના મોત નીપજ્યા હતા અને અંદાજે ૧૩૦ વ્યક્તિ ઘાયલ થયા હતા.
૧૨ વર્ષ પહેલા સિરિયલ બ્લાસ્ટમાં પહેલા ૧૩ ફેબ્રુઆરીએ ચુકાદો આવવાનો હતો, પરંતુ પાચળથી કોર્ટે આ અંગેની તારીખ ૧૬ ફેબ્રુઆરી નક્કી કરી દીધી હતી. આ મામલાની સુનાવણી Delhi ની પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY