ધારાસભ્યોનો પગાર વધારવા પર કેજરીવાલ સરકારને કેન્દ્રનો ઝટકો

નવી દિલ્હી : દિલ્હીના ધારાસભ્યોના પગાર પર ૪૦૦ ટકાના વધારાની Kejriwal સરકારની યોજના પર કેન્દ્ર સરકારે પાણી ફેરવી દીધું છે. ગૃહમંત્રાલયે આ બીલ દિલ્હી સરકારને પરત કરતા આ મુદ્દા પર તેમની પાસે વધુ જાણકારી માંગી છે. કેજરીવાલ સરકાર શરૂઆતથી જ કેન્દ્ર સરકાર પર જાણીજોઇને આ બીલને લટકાવવાના આરોપ લગાવતી રહી છે.

કેજરીવાલ સરકારના પ્રસ્તાવિત બીલમાં ધારાસભ્યોની બેઝીક સેલેરીને ૧૨ હજારથી વધારીને ૫૦ હજાર કરવાની તથા તેમના કુલ માસિક પેકેજ ૮૦ હજારથી વધારીને ૨.૧ લાખ કરવાની જોગવાઈ હતી પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી લીલી ઝંડી નહિ મળવાના કારણે આ મામલો હજુ પેન્ડીંગ છે. હવે ગૃહ મંત્રાલયે ફરીથી એક વાર તેને દિલ્હી સરકારને મોકલી દીધું છે.

દિલ્હી સરકારે આ બીલને ડીસેમ્બર ૨૦૧૫ માં વિધાનસભામાં પાસ કરાવ્યું હતું. તે સમયે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, તમામ આલોચનાઓ અને વિવાદ દરમિયાન આ એક વ્યવહારિક નિર્ણય હશે. આ ધારાસભ્યોના ગૌરવ માટે જરૂરી છે. અમે ભ્રષ્ટાચાર સહન નહિ કરીએ, પરંતુ ધારાસભ્યો માટે કામ કરવા લાયક સ્થિતિ બનાવવી પડશે. પરંતુ લાગે છે કે, કેન્દ્ર દિલ્હી સરકારના આ આધાર પર સહમત નથી.

NO COMMENTS

LEAVE A REPLY