આજે છે વિસ્ફોટક બેટ્સમેન Ab de Villiers નો જન્મદિવસ

1. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ

નવી દિલ્હી : સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર Ab de Villiers નો આજે જન્મ દિવસ છે. આ દિગ્ગજ ખેલાડીને બેસ્ટ ક્રિકેટરોમાં ગણવામાં આવે છે. જેવી રીતે બેટ્સમેન તરીકે નામ છે તેમજ ફિલ્ડિંગમાં પણ જોરદાર છે.

2. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સે જોહાનિસબર્ગ વોન્ડરર્સ સ્ટેડીયમમાં પોતાની તોફાની ઇનિંગથી ચાહકોનું ભરપુર મનોરંજન કર્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ મેચોની વનડે સીરીઝની બીજી મેચમાં એબી ડી વિલિયર્સ શાનદાર બેટિંગ કરી હતી. મેહમાન ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને આશ્ચર્યજનક રીતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર્સ હાશિમ અમલા અને રીલી રોસોએ પ્રથમ વિકેટ માટે શાનદાર ૨૪૭ રનની ભાગીદારી કરી દીધી હતી. રીલી રોસો ૧૨૮ રનના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ એબી ડી વિલિયર્સ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા હતા. પ્રથમ જ બોલ પર એબી ડી વિલિયર્સ સિક્સર લગાવી પોતાના ઈરાદા સ્પસ્ટ કરી દીધા હતા.

3. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ

આગામી ઓવરમાં એબી ડી વિલિયર્સ વધુ આક્રમક દેખાઈ રહ્યા હતા. આન્દ્રે રસેલની ઓવરમાં તેમણે સતત ચાર બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર લગાવી હતી. એવી રીતે તેમનો સ્કોર ૮ બોલમાં ૨૮ રન પહોંચી ગયો હતો. કેરેબિયન બોલર માત્ર બોલ નાખતા હતા અને એબી ડી વિલીયર્સ સીમા રેખાની બહાર મોકલવાનું કામ કરી રહ્યા હતા. એબી ડી વિલિયર્સને સૌથી ઝડપી સદી લગાવવા માટે એક સિક્સરની જરૂર હતી. એબી ડી વિલિયર્સે તે બોલ પર સિક્સર લગાવી પોતાની સદી પૂરી કરી અને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

4. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ

ન્યુઝીલેન્ડના કોરી એન્ડરસન (૩૬ બોલ) અને પાકિસ્તાનના શાહિદ આફ્રિદી (૩૭ બોલ) ના રેકોર્ડને એબી ડી વિલિયર્સે સરળતાથી પાછળ છોડતા ૩૧ બોલમાં સદી લગાવી પોતાના નામે કરી હતી. આ મેચમાં એબી ડી વિલિયર્સે ૪૪ બોલમાં ૧૬ સિક્સરના મદદથી ૧૪૯ રન બનાવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY