BAFTA માં દેવ પટેલની ધૂમ, મળ્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ

ભારતીય મૂળના એક્ટર દેવ પટેલને ફિલ્મ ‘લાયન’ માં શાનદાર એક્ટિંગ માટે ૭૦ માં બ્રિટીશ એકેડમી ફિલ્મ એન્ડ ટેલીવિઝન આર્ટસ (બાફ્ટા) એવોર્ડ્સમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. દેવ પટેલે ફિલ્મ ‘લાયન’ માં એક એવા યુવકનો રોલ પ્લે કર્યો છે. જેને તેની માતા પાસેથી ગુમ થઇ ગયા પછી એક ઓસ્ટ્રેલિયન કપલ ગોદ લે છે. વર્ષો પછી આ છોકરો ગૂગલ અર્થ દ્ધારા તેની માતા અને ગામને શોધવા માટે નીકળે છે. બીજી તરફ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડની જેમ બાફ્ટામાં પણ ફિલ્મ ‘લા લા લેન્ડ’ ની ધૂમ રહી છે. ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર (ડેમિયન ચજેલ) અને બેસ્ટ એક્ટ્રેસ (એમા સ્ટોન) સહીત ૫ એવોર્ડ મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, દેવ પટેલની આ ફિલ્મ ૨૪ ફેબ્રુઆરીએ ભારતમાં રીલીઝ થશે. એક ઇન્ટરવ્યુમાં દેવે જણાવ્યું હતું કે, ‘લાયન’ ની તૈયારી માટે ૮ મહિના સુધી તે ભારતના અનાથ આશ્રમમાં ગયો અને ટ્રેનના જનરલ ડબ્બામાં પણ સફર કરી હતી. ડેની બોયલની ઓસ્કાર જીતનાર ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ થી કારકિર્દીની શરૂઆત કરનાર દેવ ‘ધ લાસ્ટ એરબાઈન્ડર’, ‘ચેપી’, ‘ ધ બેસ્ટ એગ્જોટિક મેરિગોલ્ડ હોટલ’ અને તેની સિકવલમાં દમદાર રોલ માટે ફેમસ છે.

NO COMMENTS

LEAVE A REPLY