Badrinath Ki Dulhania નું નવું સોંગ રીલીઝ, હમસફર બન્યા વરુણ-આલિયા

વરુણ ધવન અને આલિયા ભટ્ટ સ્ટારર ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ નું નવું સોંગ ‘હમસફર’ રીલીઝ થઈ ગયું છે. તેની પહેલા પણ અ ફિલ્મના બે સોંગ રીલીઝ થઇ ગયા છે. વરુણ ધવને તેમના ટ્વીટર હેન્ડલ પર આ સોંગની લીંક શેર કરી છે. આ સોંગને અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલે ગાયું છે. સોંગનું મ્યુઝીક પણ અખિલ સચદેવાએ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મમાં બદ્રીનાથના રૂપમાં વરુણ ધવન અને વૈદેહી ત્રિવેદીનો રોલ આલિયા ભટ્ટ પ્લે કરી રહી છે.

આ ફિલ્મમાં કોમેડી, રોમાંસ, ઈમોશન અને એક્શન પણ છે. આ ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ ઇવેન્ટ પર કરણ જોહર સહિત આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ લોન્ચ ઇવેન્ટ પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની એન્ટ્રી બુલેટ પર થઇ હતી.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના ડિરેકટર શશાંક ખેતાન છે. રોમાંસ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. ફિલ્મનું નામ સાંભળી તમે સમજી જ ગયા હશો કે, આ વર્ષ ૨૦૧૪ની હીટ ફિલ્મ ‘હંપ્ટી શર્મા કી દુલ્હનિયા’ ની સિકવલ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી એકદમ અલગ હશે. પહેલી ફિલ્મને પણ શશાંક ખેતાને ડીરેકટ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY