એમી જેક્સને પોસ્ટ કરી Salman khan સાથેની ફર્સ્ટ સેલ્ફી!

0
14

તાજેતરમાં એમી જેક્સન સલમાન ખાન સાથે નજર આવી હતી. મોકો હતો ૨૦૧૭ માટે બીઈંગ હ્યુમન કેમ્પેન શૂટનો. જો કે, સલમાનની સાથે એમીનું એસોસિએશન ‘ફ્રીકી અલી’ ના ટાઈમથી છે.

આ સલમાનની હોમ પ્રોડક્શન હતી જેમાં એમીની સાથે નવાજુદ્દીન સિદ્દીકી પણ હતા. જો કે, તેની પહેલા એમીને દબંગ ખાનની અપોઝીટ એક ફિલ્મની ઓફર મળી હતી જેને તે બીજા કમિટમેંટસ દ્ધારા કરી શકી હતી નહિ. ત્યારથી અત્યાર સુધી એમી સતત સલમાન તરફથી આવતી ઓફર એક્સેપ્ટ કરતી આવી રહી છે.

એવી પણ ચર્ચા છે કે, એમી ‘દબંગ ૩’ ની લીડ એક્ટ્રેસ પણ હોઈ શકે છે. બીજી તરફ સલમાનને પણ એમી સારી લાગે છે. તેનું ઉદાહરણ છે કે, ફ્રીકી અલીને લઈને એક ઇવેન્ટ પર સલમાને એમી માટે ‘તુ હી તો મેરી દોસ્ત હે….’ ગાયું હતું.

જો કે, એમી તેના અને સલમાન અફેરની વાતોનું ઘણીવાર ખંડન કરી ચૂકી છે. પરંતુ સલમાનને ડેટ કરવા વિશે પૂછવા પર એમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સલમાનમાં કંઈક એવો જાદુ છે જે દરેકને તેમની તરફ ખેંચે છે. જો કે, મને સલમાનની સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની તક મળતી નથી પરંતુ જેવી મને તક મળશે તો હું નિશ્ચિત તેમની સાથે ડેટ પર જવાનું પસંદ કરીશ.

 

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY