Gujarat માં વાઈબ્રન્ટના ધમધમાટ વચ્ચે, ફિક્સ પે ધારકોનો સોશીયલ મીડિયા પર આક્રોશ

vibrant-fix-pay-virodh

ગુજરાતમાં એક તરફ જયારે ઇન્વેસ્ટર સમીટ વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૭ ચાલી રહ્યું છે.તેવા સમયે રાજ્યમાં પાટીદારો અને ફિક્સ પગાર ધારકોએ આ સમીટનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું જો કે સરકારે તેમની વિરોધ પૂવે જ ધરપકડ કરી હતી. જો કે તેમ છતાં ફિક્સ પે પગારધારકો પોતાની માંગને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોચાડવા માટે કાર્યરત છે. જેમાં ફિક્સ પે ધારકો સીએમ વિજય રૂપાણીના પેજ પર જ તેમની પોસ્ટ નીચે કમેન્ટ મારીને તેમના મુદાને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમજ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે.

જેમાં ફિક્સ પગાર ધારકો ફિક્સ પે નાબુદ કરવાની અને સરકારને આ ઝડપથી ઉકેલ લાવવાની દિશામાં ધ્યાન આપવા માંગ કરી રહ્યા છે. તેમજ ધણી કોમેન્ટમાં ફિક્સ પે ગુજરાતના માથે કાળી ટીલ્લી સમાન હોવાનું જણાવ્યું છે તેમજ તે ભારતીય બંધારણનો ભંગ હોવાની કોમેન્ટ લખવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY